લગ્નના ત્રણ જ મહીના મા પરિણીતા એ આપઘાત કરી જીવન ટુંકાવ્યુ ! આપઘાત કરવાનુ કારણ માત્ર એટલુ કે…
રાજ્ય મા અવારનવાર અનેક આપઘાત ના બનાવો બને છે ખાસ કરીને મોટા શહેરો મા આપઘાત કરવાનું પ્રમાણ સતત વધી રહ્યુ છે ત્યારે હાલ જ ગાંધીનગર ના રાંદેસણની પરીણીતા એ પંખા સાંથે લટકીને આપઘાત કરી કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટના મા જાણવા મળ્યુ હતુ કે પરીણીતા ના લગ્ન ત્રણ મહિના અગાવ જ થયા હતા.
ઘટના અંગે જાણવા મળેલ વિગત અનુસાર ગાંધીનગરના રાંદેસણની પરિણીતા કે જેનુ નામ કામિની ઉર્ફે કોમલ પંખા સાથે લટકી ને પોતાનુ જીવન ટુકાવ્યુ હતુ. જ્યારે મૂળ દહેગામ વાસણા ગામના રાજેન્દ્રસિંહ બીહોલાની બંને દીકરીના લગ્ન ગત તા. 4/2/2022 ના રોજ રાંદેસણ ગામના કરણસિંહ વાઘેલાના બંને દીકરા સાથે એક જ માંડવે કરવામાં આવ્યા હતા. જેમા મોટી દીકરી કામીનીબા ના (કોમલ) ના લગ્ન મયુરસિંહ સાથે કરવા મા આવ્યા હતા જ્યારે નાની દીકરી જાનકીબાનાં લગ્ન મયુરસિંહના નાના ભાઈ હાર્દિકસિંહ સાથે થયા કરવામાં આવ્યા હતા.
કામીનીબા ના પતિ મયુરસિંહ કુડાસણ ખાતે બુલેટ મોડિફિકેશન નો વ્યવસાય કરે છે જયારે બન્ને પતિ પત્ની વચ્ચે એ બાબત ને લઈ ને ઝગડો થયો હતો કે પતિ ઘરે મોડા આવે છે. ત્યારે એક મહીનો અગાવ પણ આ બાબત ને લઈ ને બન્ને વચ્ચે ઝગડો થયો હતો ત્યારે કામીનીબા એ આ બાબત ને લઈ ને પતિ મયુરસિંહ ને એવી ચિમકી આપી હતી કે તે આપઘાત કરી લેશે.
જ્યારે ગુરૂવારે ફરી મયુરસિંહ ઘરે મોડા આવતા ઘરે જમીને લેપટોપ પર કામ કરવા લાગ્યા હતા અને ડ્રોઇંગ રૂમ મા કુલર ચાલુ હોવાથી ત્યા જ સુઈ ગયો હતો જ્યારે કામીનીબા ઉર્ફે કોમલ પોતાના રુમ મા એકલી સુઈ ગઈ હતી જ્યારે સવારે દેરાણી એટલે કે જાનકીબા એ ચા નાસ્તો કરી તેને બોલાવવા ગયા હતા ત્યારે તેવો એ રુમ મા જેઠાણી ને ગળાફાંસો ખાધેલી હાલત મા જોતા ચિસો પાડી હતી અને પરીવારજનો દોડી આવ્યા હતા.
આ અંગે ઈન્ફોસિટી પીઆઈ વી.જી. રાઠોડે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં મયુર ઘરે મોડો આવતો હોવાથી દંપતી વચ્ચે ઝગડો થતો હતો અને કામિની ઉર્ફે કોમલ જિદ્દી સ્વભાવની હતી તેવું જાણવા મળ્યું છે. પતિના મોડા આવવાના કારણે લાગી આવતા તેણે આપઘાત કર્યો હોવાનું લાગી રહ્યું છે. જોકે, લગ્ન ગાળો ટૂંકો હોવાથી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક કરી રહ્યા છે.