પ્રેમ થતા ત્રણ સંતાન ની માતા સાથે જ રહેવા લાગ્યો આ યુવાન પરંતુ એક દિવસ એવુ થયુ કે એંગલ સાથે લટકી ગળાફાંસો ખાઈ લીધો…
પ્રેમ પ્રકરણ ને લઈને અનેક ઘટનાઓ ઘટી રહી છે. કોઈ વ્યક્તિ પ્રેમના લીધે જીવ લઈ રહ્યું છે તો કોઈ વ્યક્તિ જીવ આપી રહ્યું છે. આમ આપણે જાણીએ છે કે, પ્રેમ પ્રકરણના લીધે માત્ર એક જિંદગી નહિ પણ અનેક જીવન બરબાદ થાય છે.હાલમાં જ પારડી તાલુકાના તિઘરા ગામમાં એક ખૂબ જ ચોંકાવી દેનાર ઘટના બની છે. આ ઘટના વિશે જાણીને આશ્ચય પામી જશો.સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પ્રેમ થતા ત્રણ સંતાન ની માતા સાથે જ રહેવા લાગ્યો આ યુવાન પરંતુ એક દિવસ એવુ થયુ કે એંગલ સાથે લટકી ગળાફાંસો ખાઈ લીધો. ચાલો આ ઘટના અંગે વધી વિગતવાર માહિતી જાણીએ.
સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મૂળ પારડી તાલુકાના તિઘરા ગામની મનીષાબેન નટુભાઈ હળપતિ 10 વર્ષ થી ઓરવાડના યુવક સાથે પતિ પત્ની તરીકે રહેતા હતા.ચોંકાવી દેનાર વાત એ છે કે, મહિલાને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે.ઘટના એવી ઘટી હતી કે, પારડી ડુંગરી ના બેરવાડ ખાતે રહેતા અજયભાઈ ચમાર ભાઈ સાથે મિત્રતા થતાં તેમના વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. વર્ષ 2021 ના જુલાઈ માસથી તે ત્રણ બાળકોને લઇ આવી અજય સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી.
લિવ ઇન રિલેશનશીપની રહ્યા બાદ ગત ગુરુવારની રાત્રીના
રોજ ખૂબ જ ગંભીર ઘટના ઘટી ગઈ હતી. યુવકના મનમાં શંકા થઈ કે મનીષાનો અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ છે જેથી કરીને તેને ઝઘડો કર્યો હતો અને મનીષાને મારતા તે તેના બાળકો અને નણંદ ને લઈ ઘર બહાર નીકળી ગઈ હતી. આ ઘટના બાદ યુવકએ ઘરના પતરાની એંગલ સાથે લેગિંસ બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
મહિલા એ સપનામાં પણ નહોતું વિચાર્યું કે, આવી દુઃખદ ઘટના બની શકશે. જ્યારે તે બાળકો સાથે બે અઢી કલાક પછી પરત ઘરે ફરતા આ દુઃખ ઘટના અંગે જાણ થયું હતું. ત્યારબાદ બુમાબુમ કરતા તાત્કાલિક પાડોશીઓ પહોંચી ગયા હતા. આ ઘટના અંગે તાત્કાલિક જ પારડી પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પહોચી હતી અને લાશનો કબ્જો લઈ પારડી CHC ખાતે લઈ આવી હતી. હાલ તો પારડી પોલીસે ફરિયાદ આધારે કાર્યવાહી હાથ ધરી છે. ખરેખર આવી નાની વાતમાં આત્મહત્યા જેવી પગલું ભરવું એ ખૂબ જ ગંભીર વાત છે. જીવનમાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે પરંતુ તેનો ઉકેલ માત્ર આત્મહત્યા નથી.