ડ્રગ્સ ઇન્સ્પેકટરનાં ઘરે થી મળ્યા કોથડા ભરી ભરીને રૂપિયા અને સોના-ચાંદી સહીત આ જગ્યાથી મળી એવી વસ્તુઓ કે……
હાલમાં જ સોશિયલ મીડિયા પર બિહારનાં પટના શહેરના ઈન્સ્પેક્ટર ખૂબ જ ચર્ચામાં છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુલતાનગંજ વિસ્તારમાં રહેતા ડ્રગ ઇન્સ્પેકટર જિતેન્દ્ર કુમારના ઘરે સર્વેલન્સ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ડ્રગ્સ ઇન્સ્પેકટરનાં ઘરે થી મળ્યા કોથડા ભરી ભરીને રૂપિયા અને સોના-ચાંદી સહીત આ જગ્યાથી મળી એવી વસ્તુઓ કે તમે પણ વિચારતા રહી જશો. આપણે જાણીએ છે કે આપણા ભારતમાં ભષ્ટાચાર સૌથી વધુ થાય છે અને લાંચ લઈને પોતાના ઘર ભરે છે.
સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે,
વાસ્તવમાં ડ્રગ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર કુમાર વિરુદ્ધ સર્વેલન્સ વિભાગ દ્વારા અપ્રમાણસર સંપત્તિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, કોર્ટમાંથી દરોડા પાડવાની મંજૂરી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. દરોડ દરમિયાન ટીમે ચલણી નોટોથી ભરેલી પાંચ બોરીઓ, જમીનના ડઝનેક કાગળો, સોના-ચાંદીના દાગીના, ચાર લક્ઝરી કાર અને અનેક બેંકોના એટીએમ કાર્ડ જપ્ત કર્યા હતા.
વિભાગની ટીમે પટના શહેરના સુલતાનગંજ, પટનાના ગોલા રોડ, જહાનાબાદ અને ગયા સ્થિત ડ્રગ્સ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર કુમારના સ્થળો પર દરોડા પાડ્યા હતા. ટીમે કરોડો રૂપિયાની ગેરકાયદેસર મિલકતનો ખુલાસો કર્યો હતો. સર્વેલન્સ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે જિતેન્દ્રના ચારેય અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધીમાં 4 કરોડથી વધુની ચલણી નોટ જપ્ત કરવામાં આવ્યા છે. ચલણી નોટ ગણવા માટે મશીનો મંગાવવી પડી હતી.સર્વેલન્સ વિભાગના ડીએસપી સુરેન્દ્ર કુમાર મૌઆરે જણાવ્યું હતું કે અપ્રમાણસર સંપત્તિ કેસમાં ડ્રગ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર કુમાર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.એફઆઈઆરના આધારે જિતેન્દ્ર કુમારના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે, હાલ જીતેન્દ્ર કુમાર ફરાર છે. અત્યાર સુધીમાં કરોડો રૂપિયા રોકડા, જમીનના ઘણા કાગળો, સોના-ચાંદીના દાગીના, ચાર લક્ઝરી કાર સહિત ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા છે