ગુજરાતમાં આ જગ્યા નિર્માણ થઈ રહ્યું છે, વિશ્વનું સૌથી ઊંચું મંદિર! સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સુંદરતા ને ભૂલી જશો, જુઓ આ મંદિરની ખાસ તસ્વીરો.
ગુજરાત પાસે વિશ્વમાં પર્યટકોને આકર્ષિત ત્રણ અજાયબીઓ છે, જેમાં એક વિશ્વની ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિશ્વનું સૌથી મોટું મોટેરા સ્ટેડિયમ તેમજ એશિયાનો સૌથી આધુનિક રોપ-વે અને હવે બનવા જઇ રહ્યું છે વિશ્વનું સૌથી ઊંચું મંદિર.આપણી ગુજરાતની ધરા ખૂબ જ પવિત્ર છે. આજના સમયમાં અહીંયા અનેક એવા તીર્થ સ્થાનો છે જે ભાવિ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
ત્યારે આ આકર્ષણના કેન્દ્રમાં એક વધારો થવા જઈ રહ્યો છે. ત્યારે હાલમાં જાણવા મળ્યું છે કે, 1500 કરોડ ના ખર્ચે ઉમિયાધામનું નિર્માણ થઇ રહ્યું છે ! ચાલો અમે આપને માહિતગાર કરીએ કે કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલા આ અમૂલ્ય મંદિરમાં શું ખાસિયત હશે?
હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં આજે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ છે. 11થી 13 ડિસેમ્બર સુધી ત્રણ દિવસ દરમિયાન મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ. મહત્વની વાત એ છે કે, આ કાર્યક્રમમાં અનેક રાજકીય નેતાઓ હાજરી આપશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહેશે ત્યારે 13 ડિસેમ્બરે ખૂદ PM મોદી પણ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું.
એક નજર આ બનતા મંદિર પર કરીએ. આ વિશાળ મંદિર
74 હજાર વાર ક્ષેત્રમાં બનશે અને નાગરશૈલીની પ્રાચીન થીમ પર નિર્માણ પામનાર મંદિર રૂપિયા 1500 કરોડના ખર્ચે બનશે. જેમાં ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ સહિતની ઇમારતો બનાવવામાં આવશે.એટલું જ નહીં 1200 કરતા વધુ યુવક-યુવતીઓ ભણી શકશે અને દરેક લોકોને લાભ મળશે.
મહત્વનું એ છે કે આ અમદાવાદમાં સૌથી મોટું ઉમિયાધામ મંદિર બનશે. આ ઉમિયાધાન કેમ્પસમાં ભોજનાલય પણ બનાવવામાં આવશે. 132 ફૂટ ઊંચા શિખર કળશ સાથે મંદિર બનશે. જેમાં મંદિરની લંબાઇ 255 ફૂટ અને 160 ફૂટ પહોંચાઇ હશે મંદિર નિર્માણમાં લોંખડનો વપરાશ નહીં કરવામાં આવે. ખરેખર આવું અતિ દિવ્ય અને ભવ્ય મંદિર આજ સુધી ગુજરાતનાં બન્યું નહીં હોય જેમાં લોખડનો વપરાશ કરવામા ન આવ્યો હોય.
આજના દિવસેમંત્રોચ્ચાર સાથે પોથીયાત્રા નીકળશે. અહીં ઉલ્લેખનિય કે અત્યાર સુધીમાં 60 કરોડનું દાન ઊંઝા ઉમિયાધામને મળ્યું, દેશ-વિદેશમાં અનેક દાતાઓનો સહકાર મળ્યો છે. જ્યારે 65 કરોડ જેટલું ફંડ સંસ્થા પાસે છે. ખરેખર આટલું ભવ્ય મંદિરનું નિર્માણ એ માત્ર વિચાર હોય શકે પરંતુ લોકો ની આસ્થા અને વિશ્વાસ થકી તેમજ કરોડો રૂપિયાના દાન થકી આટલું ભવ્ય મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે.