Gujarat

પોલીસ એક્શન મોડ મા ! કુખ્યાત બિચ્છુ ગેંગના 12 સભ્યો ની ધરપકડ કરવામા આવી અને ગુજસીટોક…

હાલમાં જ દ્વારકા પોલીસની સરહાનીય કામગીરીની ચારોતરફ વાહ વાહ થઈ રહી છે. વાત જાણે એમ છે કે,ઓખામંડળની જાણીતી બિચ્છુ ગેંગને ગુજસીટોકનોના ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કર્યા બાદ દેવભૂમિ દ્વારકા એસપી નીતેશ પાંડેયના વડપણ હેઠળની ટીમે દેવભૂમિ દ્વારકામાં પણ ગુજસીટોકનો પ્રથમ કેસ કરી કુખ્યાત બિચ્છુ ગેંગના સુત્રધારો ફરતે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્ય સુત્રધાર સહિત 12 સાગરીતો વિરૂધ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવતા ગુન્હેગારોમાં ખળભળાટ મચી ગયો છે.

ગેંગ દ્વારા ઓર્ગેનાઇઝડ કાઇમ સીન્ડીકેટ ચલાવી રહ્યા હોવાનું તેમજ તેઓ વ્યકિતગત તેમજ સંયુકત રીતે શરીર સબંધી જેવા કે, ખૂનની કોશિષ, ધાકધમકી આપી ડરાવવુ, ધમકાવવુ ,લુંટ, વિગેરે તથા મિલ્કત સબંધી, ગેરકાયદેસર રીતે ખંડણી વસૂલવી તેમજ ગેરકાયદેસર રીતે જુગાર તથા પ્રોહીબીશન જેવી અસામાજિક પ્રવૃતિ આચરી દ્વારકા, મીઠાપુર ઓખા મંડળ વિસ્તારમાં ડરનો માહોલ ઉભો કરી આર્થિક  લાભ મેળવતા હોવાનુ જણાઇ આવતા મીઠાપુર પોલીસ સ્ટેશન ગુન્હો નોંધવામાં આવેલ હતો.

ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક) – ૨૦૧૫ ની કલમ ૩(૧),૩(૨),૩(૩),૩(૪),૩(૫) હેઠળ કુલ ૧૨ આરોપીઓ વિરૂધ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.આ ગુનાના કામના કુલ ૧૦ આરોપીઓ સહિત અન્ય બીજા ર આરોપીઓ મળી કુલ ૧૨ આરોપીઓ આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવેલ છે. જયારે ૧ આરોપી કિશન ટપુભા માણેક અગાઉથી પકડાઇ ચુકેલ છે.

જેની આગળની વધુ તપાસની કાર્યવાહી હિરેન્દ્ર ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક,ખંભાળિયા વાળા ચલાવી રહેલ છે. સમગ્ર ઓપરેશન તથા ગુપ્ત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એલસીબી જે.એમ. ચાવડા, પીએસઆઈ બી.એમ.દેવમુરારી, પીએસઆઈ એસ.વી.ગળચર, પીએસઆઈ એફ.બી.ગગનીયા તથા એલસીબી ટીમના પોલીસ કર્મચારીઓ એસ.ઓ.જી. ટીમના પોલીસ કર્મચારીઓ વગરે દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!