વિરમગામ નજીક અડધી રાત્રે કાર પલટી ખાઈ જતા કારનો બુકડો બોલી ગયો, પણ કાર માંથી મળી એવું વસ્તુ કે જોઈને પોલીસ ચોંકી ઉઠી….
ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓ અનેક બની રહી છે, ત્યારે હાલમાં જ એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે,આ ઘટના જાણીએ તમે પણ આશ્ચય પામી જશો. આ ઘટના ગુજરાતી કહેવત સમાન બની ગઈ. કહેવાય છે ને એક દાઝ્યા પર ડામ! બસ આવું જ કંઈક બન્યું છે આ ઘટનામાં જેના વિષે જાણીને તમે પણ ચોકી જશો. હાલમાં જ અમદાવાદના વિરમગામના પોપટ ચાર રસ્તાથી કોકતા ફાટક જવાના રસ્તા પર એસયુવી કાર પલટી મારી ગયેલી હતી.
આ અંગે વિરમગામ પોલીસે કારના રજીસ્ટ્રેશન નંબરને આધારે તપાસ શરૂ કરી છે વિરમગામ ટાઉન નજીક પોપટ ચાર રસ્તાથી કોકતા ફાટક જવાના રસ્તા પરથી શનિવારે વહેલી સવારે એક એસયુવી કાર પુરઝડપે જતા બે થી ચાર વાર પલ્ટી ગઇ હતી અને અકસ્માત થયો હોવાની જાણ પોલીસને થઇ હતી.આ ઘટનામાં ચોંકાવનાર વાત એ હતી કે, કારની અંદર થી ૫૦૦ બોટલ જેટલો વિદેશી મળી આવ્યો હતો.
ખાસ વાત એ કે, જો કે કારમાં કોઇ ડ્રાઇવર કે ્અન્ય કોઇ વ્યક્તિ મળી આવી નહોતી. રાતના સમયે પુરઝડપે હંકારતા સમયે કાર પલ્ટી જતા અકસ્માત થયાની શક્યતા છે. જેથી સ્થળ પર જઇને તપાસ કરતા પોલીસને કાર મળી આવી હતી. પણ કોઇ ઇજાગ્રસ્ત ડ્રાઇવર કે પેસેન્જર મળી આવ્યા નહોતા. કારમાં તપાસ કરતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
જેમાંથી ઘણી બોટલો તુટેલી હાલતમાં હતી. કારને જે રીતે અકસ્માત થયો હતો. અકસ્માત ને જોતા ડ્રાઇવરને ગંભીર ઇજાઓ થઇ હોવાની શક્યતા હતી. જેથી આ અંગે પોલીસે આસપાસના દવાખાનામાં પણ તપાસ કરાવી હતી. તેમજ કારના નંબરને આધારે પણ આરટીઓમાં માહિતી મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. જો કે કારની નંબર ડુ પ્લેટ ડુપ્લીકેટ હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. હવે જોવાનું રહ્યું કે, આ દારૂની હેરા ફેરી પાછળ કોનો હાથ છે.