પરિવારે પોણા બે લાખ આપીને દીકરાનાં લગ્ન કરાવ્યા પણ વહુ માનતાનું બાનું કરીને ખેલ્યો એવો ખેલ કે પરિવાર પર આભ ફાટી પડ્યું
દરેક નવ યુવાનો માટે આ કિસ્સો ખૂબ જ ચેતવણી સમાન અને સલામતી રૂપ છે. આ ઘટના અંગે જાણીને તમે પણ આશ્ચય પામી જશો. આ ઘટના પરથી તમને એ જરૂર શીખવા મળશે કે લગ્ન માટે યોગ્ય કન્યા શોધતી વખતે ધીરજ અને સલામતી તેમજ યુવતી વિશે તપાસ કરવી જરૂરી છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી અમે આપને જણાવીએ કે, કંઈ રીતે આ યુવાન સાથે એક યુવતી એ છેતરામણી કરી.
સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મહેસાણાના નાગલપુર વિસ્તારમાં રહેતા હિગુ રૂપાબેન પ્રકાશભાઈ પોતાનું ઘર કામ કરી ગુજરન ચલાવે છે. અને પરિવારમાં પતિ સાત વર્ષથી લકવાગ્રસ્ત છે તેમજ સંતાનમાં બે દીકરા છે. જેમાં દીકરા પ્રભાતને સમાજમાં સગપણ ન થતા તેઓ યુવતીની શોધમાં હતા જેથી કરીને મહેસાણાના ગોકળગઢના દેવજી ચૌધરી અને ઈશ્વર ચૌધરી સાથે સંપર્ક થતા. તેમને દીકરા માટે ભરૂચની કન્યાની વાત કરી હતી કન્યા લાઇ આપવાના 2 લાખ રૂપિયા થશે અને આખરે રૂ.1.70 લાખમાં નક્કી થયું.
પરિવાર પૈસા આપીને દીકરા માટે પુત્રવધુ તો લઈ આવ્યા પણ લગ્નના સાતમા જ દિવસે માનતા પુરી કરવાનું કહીં તમામ દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી જેથી દલાલ નો સંપર્ક કર્યો તો તેને રૂ. 1.70 લાખમાંથી માત્ર 30 હજાર આપીને ધમકીઓ આપી હતી. મામલો નક્કી કરતી વખતે યુવકની માતાએ પૈસા ગણતો વીડિઓ પોતાના મોબાઈલમાં કેદ કરી દીધો હતો.
પરિવારે સમગ્ર છેતરપિંડી મામલે દલાલ સામે પોલીસ ફરિયાદ નોંધવા રજુઆત કરી હતી. જોકે, પોલીસમાં અરજી કર્યાના ચાર માસ વીત્યા છતાં હજુ પણ આ મામલે કોઇ પ્રકારની પોલીસ ફરિયાદ ન નોંધાઇ હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસ ઝડપી ફરિયાદ દાખલ કરી ન્યાય આપાવે એવી માંગ પરિવાર કરી રહ્યો છે. ખરેખર આ ઘટના પરથી એ વાત તો સાબિત થાય છે કે, કોઈપણ જાતની તપાસ કર્યા વગર દલાલ સાથે ડિલ નાં કરવી જોઈએ તેમજ લગ્ન બાબતે ઝડપી ફેંસલોઃ ન લેવો જોઈએ કારણ કે તેનું પરિણામ આવું ગંભીર પણ આવી શકે છે.