India

મૃત્યુ બાદ પણ દીકરી ના લગ્ન મા પિતા એ હાજરી આપી ! દુલ્હન સહીત સૌ કોઈ હીબકે હીબકે રડી પડ્યા…..જુવો વિડીઓ

આપણે સૌ કોઈ જાણીએ છે કે એક પિતા માટે દીકરી વ્હાલનો દરિયો હોય છે અને પુત્રી માટે, તેના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ પિતા હોય છે. પુત્રને માતાની નજીક ગણવામાં આવે છે, ત્યારે પુત્રીઓ હંમેશા પિતાની આંખોનું રત્ન હોય છે. પરંતુ ઘણી વખત દીકરીને નાની ઉંમરમાં જ પિતાની છાયાથી વંચિત રહેવું પડે છે. આવી જ એક દીકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પિતાના અવસાન બાદ આ દીકરી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી હતી પરંતુ એક દીકરી માટે તેના પિતાની ખામી પોતાના લગ્નમાં જરૂર વર્તાય રહી હતી પરંતુ તેનાં ભાઈ એ તેની બહેન એ એક એવી ભેટ આપી કે બહેનની આંખોમાં વિદાય પહેલા જ આંસુઓ આવી ગયા.

આ જો તમારા માતા-પિતા તમારી સાથે છે, તો તમે ખરેખર નસીબદાર છો. ઘણા લોકોને તેમના માતા-પિતા તરફથી વધુ સહકાર મળતો નથી. આવો જ એક વીડિયો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ભાઈએ તેની બહેનના લગ્નમાં તેના સ્વર્ગસ્થ પિતાનું મીણનું પૂતળું લાવીને બહેનના લગ્નમાં પિતાની કમી પુરી કરી દીકરીએ પિતાની આ મૂર્તિ જોઈ કે તરત જ તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. માત્ર દુલ્હન જ નહીં પણ ત્યાં હાજર દરેકની આંખો ભીની હતી.

રવિવારે અચાનક આ વીડિયો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થવા લાગ્યો હતો.જેણે પણ આ વીડિયો જોયો તે ભાવુક થઈ ગયો. લોકોએ તેને જોરદાર શેર કર્યો. આ વીડિયો તેલંગાણાના વારંગલનો જણાવવામાં આવી રહ્યો છે. દુલ્હન તેની માતા, પતિ અને પરિવારના અન્ય સભ્યો સાથે હોલમાં પ્રવેશી ત્યારે તેની નજર સામેથી આવતા તેના પિતાની મીણની પ્રતિમા પર પડી. આ જોઈને તે રડી પડી. લગ્નમાં આવેલા બાકીના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

આ વીડિયો સૌપ્રથમ YouTube પર અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યાંથી તેને લાખો લોકોએ જોયો હતો. બાદમાં તેની ક્લિપ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરવામાં આવી હતી. જો કે આ વીડિયોએ લોકોને બે ભાગમાં વહેંચી દીધા છે. એક જૂથ તેને હૃદયસ્પર્શી વિડિયો ગણાવે છે, જ્યારે એક જૂથ તેને ખૂબ જ વિલક્ષણ કહે છે. ઘણા લોકોએ લખ્યું કે લગ્ન પછી તેઓ આ પ્રતિમા ક્યાં રાખશે. આ વીડિયો પર લોકોએ ઘણી કોમેન્ટ કરી. એકે તેને ભાઈ દ્વારા બહેનને આપેલી સુંદર ભેટ ગણાવી. સાથે જ એકે લખ્યું કે મૃતકોને મૃત જ રહેવા દેવો જોઈએ. લગ્ન બાદ હવે આ પ્રતિમાને રૂમમાં બંધ કરી દેવામાં આવશે. જે દીકરીને તેના પિતાને ભૂલવામાં આટલા વર્ષો લાગ્યા, તે 20 મિનિટની આ ઘટનાથી ફરી શૂન્ય થઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!