Entertainment

અનુપમા સિરીયલ મા “બા” નો કીરદાન નીભાવનાર કલ્પના બુચ ગુજરાતી છે ! તેમના પિતા ગુજરાતી ફિલ્મો ના….

હાલમાં સિરિયલોની યાદીમાં સૌથી મોખરે અનુપમા આવે છે. આ સિરિયલ દરેક મહિલાઓ માટે ખૂબ જ ખાસ છે. તમને જાણીને નવાઈ લાગશે આ સીરિયલમાં ગુજરાતી કલાકારો પણ કામ કરી રહ્યા છે. આજે આપણે બાનું કિરદાર નિભાવનાર અલ્પના બૂચ વિશે જાણીશું. તેઓ ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના પીઢ અભિનેત્રી છે અને તેમના પિતાએ પણ ગુજરાતી ફિલ્મોમાં અમૂલ્ય યોગદાન આપેલું. ચાલો આજે અમે આપને તેમના જીવનની જાણી અજાણી વાતો વિશે જણાવીએ.

અનુપમા સીરિયલમાં અલ્પના બુચ એ લીલા બાનું પાત્ર ભજવ્યું છે. અલ્પના બુચનો જેવો સ્વભાવ ઓન પર સ્કિન છે, તેના કરતાં રીયલ લાઈફમાં કેવા છે તે જાણીને તમને પણ આશ્ચય થશે. લીલા એટલે ગુજરાતી રંગભૂમિના કલાકાર. અલ્પના બુચના લગ્ન ગુજરાતી કલાકાર મેહુલ બુચ સાથે થયેલ છે તેઓ બને પોતાનું જીવન ખૂબ જ ખુશી થી પસાર કરી રહ્યા છે અને તેમને એક દીકરી પણ છે.

હાલમાં તેઓ અનુપમા સીરીયલમાં જોવા મળે છે પરંતુ આ સિવાય અનેક ધારાવાહિક અને ગુજરાતી ફિલ્મોમાં તેમને કામ કર્યું છે.તેમની સિરિયલો વિશે વાત કરીએ તો સરસ્વતીચંદ્ર`, `ઉડાન`, `બાલવીર` અને `પાપડપોલ` જેવી અનેક સીરિયલોમાં કામ કરી ચુક્યા છે.રિયલ લાઈફમાં તેઓ એકદમ મોર્ડન જ લાગે છે. હાલમાં તેમની ઉંમર પંચાસ વર્ષ હોવા છતાં પણ તેઓ  આજે પણ એટલા જ ફિટ એન્ડ ફાઈન છે.

તેમને એક ઇન્ટવ્યૂમાં કહેલ કે મને હજી સુધી ભાખરી બનાવતા નથી આવડતી. અલ્પના બુચ અને મેહુલ બુચ ની જોડી લાખો લોકોનું દિલ જીતી લઈ છે. રિયલ લાઈફમાં તેઓ ખૂબ સરળ અને નિર્મળ સ્વભાવના છે , જે દરેકનું દિલ જીતી લઈ છે. અને એક હાઈફ પ્રોફેશનલ અને જનરલ પર્સન ની જેમ લાઈફ જીવી રહ્યા છે.


અલ્પના બુચ ગુજરાતી નાટકોમાં પણ અભિનયના ઓજસ પાથર્યા છે. ટૂંકમાં કહીએ તો તેમના કારકિર્દીની શરૂઆત રંગમંચ દ્વારા જ થઈ હશે. રંગમંચમાં કિરદારો ભજવીને તેમને હિન્દી સિરિયલોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેમના પિતા છેલ વયેડા ગુજરાત ફિલ્મોના નિર્માતા અને નિર્દશક છે. તેમજ તેમના ભાઈ લેખક છે. તેમનું પરિવાર મુંબઈમાં જ સ્થાયી થયેલું. આમ પણ મોટાભાગના કલાકારો મુંબઈમાં રહે છે, જેથી ગુજરાતી કલાકારો ગુજરાતી ફિલ્મો અને ધારાવાહિકમાં કામ કરવાને બદલે ટેલિવુડમાં જ આગળ વધે છે. હાલમાં જ તેઓ ગુજરાતી ફિલ્મ લવની લવ સ્ટોરીસમાં જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!