કિશન ભરવાડ અને કનૈયા ની હત્યા મા આટલી બાબતો એક સરખી ! સમગ્ર વિગત જાણી તમે પણ…
આપણે જાણીએ છે કે, ચારો તરફ કનૈયા લાલની ચર્ચા ચાલી રહી છે, ત્યારર આજે આપણે આ બ્લોગ દ્વારા જાણીશું કે, કંઈ રીતે કિશન ભરવાડ અને કનૈયા ની હત્યા મા આટલી બાબતો એક સરખી ! સમગ્ર વિગત જાણી તમે પણ આશ્ચય પામી જશો. ત્યારે આ ઘટનાની શરૂઆત ગુજરાત થી કરીએ તો કિશન એ કૃષ્ણને મુસ્લિમ પયગંબરથી મોટા કહ્યા. ત્યારે કનૈયા દ્વારા બીજેપીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના પયગંબરને લઈને કરવામાં આવેલા નિવેદનનું સમર્થન કરતી પોસ્ટ કરી. અને મોતને વ્હાલું કર્યું.
ખાસ વાત એ છે કે, બંનેની જાહેરમાં હત્યા કરવામાં આવી. એકની ગોળીથી અને બીજાની ધારાદાર હથિયારથી ગળું કાપીને હત્યા કરવામાં આવી. આ બંને ઘટનાઓમાં એક વાત સામાન્ય હતી. હત્યાનો દિવસ મંગળવાર..આ વર્ષે 25 જાન્યુઆરીએ ગુજરાતના અમદાવાદના ધંધૂકામાં 27 વર્ષના કિશન ભરવાડની હત્યાથી ગુજરાત સ્તબ્ધ થઈ ગયેલું અને 6 જાન્યુઆરીએ કિશને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. થોડા કલાકમાં જ આ વીડિયોના કારણે બબાલ થઈ હતી. ઈશનિંદાનો આરોપ લગાવતા મુસ્લિમ સમુદાયના લોકોએ કિશન સામે ફરિયાદ કરી.
કિશનને 7 જાન્યુઆરીએ જામીન મળી ગયા હતા.કિશને સમગ્ર સમુદાયની હાથ જોડીને માફી માગી હતી. ત્યારબાદ તે બહાર જ હતો પણ તેના ઘરે દીકરીનો જન્મ તે છોકરીનું મોઢું જોવા માટે કિશન 25 જાન્યુઆરીએ બાઈકથી ઘર માટે રવાના થયો હતો. જોકે રસ્તામાં બાઈકસવાર બે લોકોએ ચાર રસ્તાની નજીક તેની પર જોરદાર ફાયરિંગ કર્યું હતું. એ પછીથી તેનું મૃત્યુ થયું હતું.
ઉદયપુરની ઘટનામાં 10 જૂને કનૈયાના 8 વર્ષના પુત્ર પૂર્વ બીજેપી પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી. 11 જૂને તેના પાડોશી નાઝિમે ઈશનિંદાનો આરોપ લગાવીને એફઆઈઆર કરી. કનૈયાએ સમગ્ર સમુદાયની માફી માગી હતી. એ જ દિવસે તેને જામીન મળી ગયા હતા.15 જૂને કનૈયાએ તેની હત્યા થવાની ધમકી વિશે પોલીસને પત્ર લખીને જાણ કરી હતી.નાઝિમે કનૈયાનો ફોટો વાઈરલ કર્યો હતો. એમાં લખવામાં આવ્યું હતું કે જો આ વ્યક્તિ ક્યાંય પણ દેખાય તો તેને જાનથી મારી નાખવામાં આવે.
કનૈયાએ 5-6 દિવસ સુધી દુકાન પણ ખોલી નહોતી. 28 તારીખે જ્યારે તે દુકાન પહોંચ્યા તો બે લોકો દુકાનમાં પાઈજામો સિવડાવવાના બહાને ઘૂસ્યા હતા. તેમણે માપ લેવાની શરૂઆત કરી. પછીથી એક વ્યક્તિએ તેમની પર તલવારથી હુમલો કર્યો અને તેમનું ગળું કાપી નાખ્યું હતું અને એનો વીડિયો બનાવ્યો હતો. કિશન અને કનૈયા બંનેની કહાનીમાં સોશિયલ મીડિયા પોસ્ટ છે અને ઇશાનિંદા જેથી બંને પોતાનો જીવ ગુમાવ્યો પરતું માનવતાની દ્રષ્ટિ એ આ ઘટના દૂખદાયી કહેવાય.