રાજકોટના દમયંતી બહેન પોતાનો દેહ છોડીને પાંચ લોકોને નવજીવન આપ્યું, કારણ જાણીને ઘટના હદયને સ્પર્શી જશે…
તારીખ 29 જૂનને બુધવારના રોજ દમયંતીબેન નામના એક મહિલા તેમના પતિ ભરતભાઈ સુતારીયા સાથે અનીડા ગામે પોતાના સંબંધીની સ્મશાન યાત્રામાં ગયા હતા. અને તે સમયે નવો 150 ફૂટનો રીંગ રોડ બન્યો હતો અને ત્યાં જ સ્પીડ બ્રેકર ભરતભાઈ ને ધ્યાન ન આવ્યું અને તેમને બેલેન્સ ગુમાવી દીધું હતું આમ તેના કારણે જ દમયંતીબેન રસ્તામાં ફટકાઈ ગયા હતા અને રસ્તામાં અથડાઈ જવાથી જ તેમના કાન અને નાકમાંથી તૈયારીમાં જ લોહી નીકળવા માંડ્યું હતું..
જ્યારે દમયંતીબેનને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. આમ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ડોક્ટર જોગાણી દ્વારા દમયંતીબેનનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને આઈસીયુમાં દાખલ કર્યા, પરંતુ ડોક્ટરે ઘણી બધી મહેનત કરી તેમ છતાં પણ તે બચી શક્યા નહીં, અને ડોક્ટરે તેમને બ્રેઈન ડેડ જાહેર કરી દીધા હતા અને આમ આ સાંભળતા જ તેમના પરિવારજનો ઉપર દુઃખના વાદળ છવાઈ ગયા હતા.
જ્યારે ભરતભાઈના ધર્મ પત્નીનો મગજ બંધ થઈ જતા જ તેમને મૃત જાહેર કરી દીધા હતા ત્યારે તેઓ તથા તેમના પરિવારજનો ખૂબ જ દુઃખી થઈ ગયા હતા, અને ભાંગી પડ્યા હતા અને તેમને પારાવાર દુઃખ થતું હતું તેમાં પણ તેમના દીકરાને પોતાની માતા છોડીને જતી રહી તેની માટે તેમના સંતાનો પણ નિઃસહાય થઈ ગયા હતા. દમયંતીબેન ના પુત્ર કુલદીપ તથા પ્રિન્સ તથા તેમના પતિ ભરતભાઈએ ભારે હૈયે તેમના અંગોનું દાન કરવા માટેનો નિર્ણય લીધો હતો.
ડોક્ટરના જણાવ્યા અનુસાર તેમના હૃદયનું દાન થઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી તેમની બંને આંખો, કિડની તથા લીવરનું દાન અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. અને આમ આ અંગદાન ના કારણે પાંચ જરૂરિયાત વ્યક્તિઓને જીવનમાં ખૂબ જ અજવાળું આવી જશે. દમયંતીબેનના પતિ ભરતભાઈ સુતરીયા ગોંડલ ચોકડી પાસે લાકડીઓ કોલસો બનાવવાના મશીનનું કારખાનું છે.