Gujarat

સાસણ ગીર જાવ તો, જૂનાગઢમાં આવેલ આ સૌરાષ્ટ્રનો તાજ મહેલની મુલાકાત જરૂર લેજો! નવાબકાળ થી….

જૂનાગઢ શહેર ખૂબ જ ઐતિહાસિક શહેર છે. જુનાગઢ શહેરનું નામ સામે આવતાની સાથે જ પહેલા ગિરનાર યાદ આવે પરતું આ શહેરમાં અનેક ઐતિહાસિક સ્મારકો આવેલા છે, જેમાં આજે અમે વાત કરીશું જૂનાગઢમાં આવેલ બે એવા મકબરા વિશે જેને સૌરાષ્ટ્રનું તાજ મહેલ ગણવામાં આવે છે.જૂનાગઢ શહેરની વચ્ચોવચ સ્થિત ભવ્ય મકબરા આવેલ છે.જૂનાગઢના ભૂતપૂર્વ શાસક નવાબ મહાબત ખાન બીજા અને તેમના વજીર બહાઉદ્દીન હુસૈન ભારના મકબરાની સ્થાપના ક્રમશ: 1892 અને 1896માં કરવામાં આવી હતી.

હાલમાં જ ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ સ્મારકોની સ્થાપના માટે 150 વર્ષ પહેલા જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે જ પદ્ધતિનો ઉપયોગ કરીને રિસ્ટોરેશનનું કામ કરવામાં આવ્યું છે. જૂનાગઢ આવતા પ્રવાસીઓ અભયારણ્યમાં એશિયાટિક સિંહો જોવા જતા હોય છે, આ સિવાય ગિરનાર રોપવે તેમજ સોમનાથ મંદિર પણ મુલાકાતીઓના મનપસંદ સ્થળો છે, અને હવે તેમાં આ ઐતિહાસિક સ્થળ પણ ઉમેરાયું છે.

આ મકબરાના ઇતિહાસ વિશે જાણીએ તો,જૂનાગઢ રાજ્ય પર બાબી વંશના નવાબોનું શાસન હતું. મહાબત મકબરાનું નિર્માણ ૧૮૭૮માં બાબી વંશના નવાબ મહાબતખાન દ્વિતીય (૧૮૫૧-૮૨) દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને ૧૮૯૨માં નવાબ બહાદુરખાન ત્રીજા (૧૮૮૨-૯૨)ના શાસન દરમિયાન સમાપ્ત થયું હતું. તેમાં મહાબતખાન દ્વિતીયની કબર છે.આ મકબરા પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ, ૧૯૬૫ હેઠળ રાજ્ય સંરક્ષિત સ્મારક છે.

બહાઉદ્દીન મકબરો મહાબત મકબરાના ઉત્તરમાં આવેલા મકબરાનું નિર્માણ મહાબતખાન દ્વિતીયના મંત્રી શેખ બહાઉદ્દીન હુસૈન દ્વારા ૧૮૯૧-૧૮૯૬ દરમિયાન પોતાના ભંડોળમાંથી કરવામાં આવ્યું હતું. તેને બહાઉદ્દીન મકબરા અથવા વઝીરના મકબરા તરીકે ઓળખવામાં આવે છે.હાલમાં આ બંને મકરબા રોશની થી ઝળહળી ઉઠ્યા છે અને ફોટોગ્રાફી માટે આ સ્થાન ખૂબ જ ફેમસ છે.આ સ્થાનની અવશ્ય મુલાકાત લેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!