જો તમે દિવ જવાનુ પ્લાનીંગ કરતા હોય તો આ સમાચાર ખાસ જાણી લેજો નકર તમારો ધક્કો….
જો તમે દિવ જવાનુ પ્લાનીંગ કરતા હોય તો આ સમાચાર ખાસ જાણી લેજો નકર તમારો ધક્કો વસુલ નહિ થાય. આ સમાચાર દરેક વ્યક્તિઓ માટે ખાસ વાંચવા જેવા છે. આગામી ત્રણ દિવસ દિવ જવું તમારા માટે નકામું ગણાશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, દિવ પર્યટન માટે લોકપ્રિય સ્થાન છે.
ખાસ કરીને દીવમાં સામાન્ય દિવસોમાં, વિકેન્ડમાં અને ખાસ કરીને રજાઓ અને વેકેશનના દિવસોમાં લાખો લોકો આવે છે પણ જો આગામી ત્રણ દિવસમાં તમે દિવ જવાનું વિચારી રહ્યા છો તો તમારો પ્લાન કેન્સલ કરી દેજો. આપણા ગુજરાતમાં દારૂબંધી છે, આ વાત સૌ કોઈ જાણે છે ત્યારે મોટાભાગના ગુજરાતીઓ માટે દિવ મનપસંદ સ્થાન છે.
હાલમાં દીવમાં ત્રણ દિવસ દારૂબંધી કરવામાં આવી છે. દીવમાં આવતીકાલ એટલે કે 5 જુલાઈથી 8 જુલાઈ સુધી સુધી દારૂબંધી લાગું કરવામાં આવી છે. દીવ નગરપાલિકાની ચૂંટણી ને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે આ દિવસો દરમિયાન દીવમાં દારૂ નહીં મળે, દારૂનું વેંચાણ નહીં થાય. દીવ નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ગત તારીખ 20 જૂનથી આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે
સૂત્ર દ્વારા મુજબ જાણવા મળ્યું છે કે, DMCની સામાન્ય ચૂંટણી માં આગામી 7 જુલાઈએ મતદાન થશે અને 9 જુલાઈએ મતદાન થતા પરિણામો જાહેર થશે. દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ એટલે કે દીવ નાગરપાલિકાના 13 વોર્ડમાં આશરે 10649 મહિલાઓ અને 8794 પુરુષ મતદારો મળીને કુલ 19443 જેટલા મતદારો આગામી 7મી જુલાઇએ મતાધિકારનો ઉપયોગ કરશે. દીવ નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપના 6 નગરસેવકો બિનહરીફ થયા છે.
જો તમે પણ જવાનું વિચારી રહ્યા છો તો કેન્સલ રાખજો.