બુટલેગરો એ દારૂની ફેરાફેરી કરવા ગજબ રીત અપાનવી પણ પોલીસ ની નજર થી જ બચી શક્યા! આ રીતે પોલીસે પકડી પાડ્યા…
ગુજરાતમાં દારૂબંધી છે, આ વાથી આપણે સૌ વાકેફ છીએ પણ દારૂબંધી હોવા છતાં પણ વિદેશી દારૂની ફેરફેર ગુજરાતમાં થતી રહે છે. ત્યારે બુટલેગરો દ્વારા દારૂ ની હેરફેર કરવા અનેક રીતો અપનાવામાં આવતી હોય છે, જેથી કરીને તેઓ પોલીસની નજરો માંથી બચી શકે છે. હાલમાં જ એક આવો કિસ્સો બહાર આવ્યો છે. બુટેલેગરો દ્વારા નવી તકનીક વાપરવામાં આવી હતી છતાં પણ પોલીસની નજરમાં આવી ગયા
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજસ્થાનથી આવતી ટોળકીને પોલીસે પકડી પાડી હતી.બુટલેગરો ગમે તેવા ગતકડાં કરે પરંતુ પોલીસની નજરમાંથી બચી શકતા નથી. અસલાલી પોલીસે ઝડપેલી મોંઘીદાટ ગાડી અન્ય કોઈ ગુનામાં નહિ પરંતુ દારૂની હેરાફેરીમાં વાપરવામાં આવતી હતી. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ કાર માલિકને એ વાતની જાણ પણ ન હતી કે તેની ગાડી દારૂની હેરાફેરીમાં વપરાય રહી છે.
હવે બુટલેગરો એ પોતાની ગાડીઓનો ઉપયોગ કરવાની જગ્યાએ હવે ગાડી ભાડે રાખી અથવા સેલ્ફ ડ્રાઇવ માટે રાખી દારૂની હેરાફેરી શરૂ કરી છે.પોલીસે ઝડપેલી ગાડીમાંથી એક લાખની કિંમતનો વિદેશી દારુ કબ્જે કરવામાં આવ્યો હતો. રાજસ્થાનથી દારુનો જથ્થો લાવીને લાંભા ઈન્દીરાનગરમાં લઈ જવાનો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે તેની ધરપકડ કરી છે.
આ ગુનામા દારુ મંગાવનાર અને રાજસ્થાનથી દારૂ મોકલનાર બંને આરોપી ફરાર છે. કાયદાકીય માહિતીથી જાણકાર થયા બાદ બુટલેગરો દારુની હેરાફેરી માટે પોતાની ગાડીનો ઉપયોગ નથી કરતા. કારણ કે, બુટલેગરની ગાડી કબ્જે લેવાયા બાદ કોર્ટ તેને ઝડપથી છોડતી નથી. આ ઘટના પરથી એ ચેતી જવું જોઈએ કે કોઈપણ વ્યક્તિને આપણી ગાડી ભાડે આપતા પહેલા તપાસ કરવી જરૂરી છે, ત્યારબાદ જ ગાડી આપવી જોઈએ.