લીંમડી :સગા ભાઈએ જ બહેને દર્દનાક મોત આપ્યુ ! હત્યા કરવાનું કારણ જાણી હચમચી જશો…
હાલ ના સમય મા અનેક એવી ચકચારી ઘટના સામે આવી રહી છે જે જાણી ને આપણુ મગજ કામ ના કરે ત્યારે તાજેતર મા જ એક ઘટના લીમડી મા સામે આવી હતી જેમા એક યુવતિ નુ મોત થયું હતુ જેમા શરૂઆત મા આ ઘટના આત્મહત્યા ની લાગતી હતી પરંતુ બાદ મા જે હકીકત સામે આવી તે જાણી ને સૌ કોઈ ના હોશ ઉડી ગયા હતા.
સામાન્ય રીતે ઓનર કીંલીગ વી ઘટના ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યો મા સામે આવતી હોય છે ત્યારે હવે ગુજરાત ના લીંમડી મા પ્રકાર નઈ ઘટના સામે આવી છે. જો ઘટના અંગે વિગતે વાત કરીએ તો લીંબડીમાં 1 જુલાઈએ ભોગાવા નદીના કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો. અને ઘટના બાદ મૃતદેહ મળ્યા ને કલાકો થવા છતાં યુવતીની ઓળખ થઈ શકી નહોતી.
આ ઘટના ની જાણ સ્થાનીક પોલીસ ને થતા મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસ સહીત LCB ની ટીમે પણ તપાસ હાથ ધરી હતી આ ઉપરાંત એલસીબી PI એમ.ડી. ચૌધરી, PSI વી.આર. જાડેજા, ઋતુરાજસિંહ મકવાણા, લીંબડી PSI વી.એન. ચૌધરી સહિત પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી જેમા યુવતી નુ નામ જાગુ રાઠોડ ઉર્ફે નયના જાણવા મળ્યુ હતુ.
આ ઘટના ની ઉંડી તપાસ બાદ જાણવા મળ્યું હતુ કે જાગુ રાઠોડ ની હત્યા થઈ હતી અને હત્યા કરનાર બીજું કોઈ નહી પણ પોતાનો જ સગો ભાઈ દીનેશ રાઠોડ હતો. પોલીસે શક ના આધારે દીનેશ ને સઘન પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો અને પોલીસ ને તમામ હકીકત જણાવતા કહ્યુ હતું કે ” 5 વર્ષથી અમે પરિવાર સાથે સાણંદ તાલુકાના સચાણા ગામે રહેતા હતા. ત્યાં મારી બહેનની આંખ રોહિત ઈશ્વર ઠાકોર સાથે મળી ગઈ હતી, જે અમને મંજૂર નહોતું. અમે તેને પ્રેમસબંધ તોડી નાખવા સમજાવી, પરંતુ તે માની નહીં. એટલે અમે લીંબડી રહેવા આવી ગયા હતા. અહીં આવ્યા પછી પણ નયના તેના પ્રેમી રોહિત સાથે ફોન પર વાતો કરતી હતી. 9 જૂને નયના ઘરેથી નીકળી ગઈ હતી અને 23 જૂને ઘરે પરત ફરી હતી. 27 જૂને અમારા સંબંધી શૈલેષ સોલંકીના ઘરે પ્રસંગ હતો. અમે સપરિવાર પ્રસંગમાં હાજર હતા.
ત્યાં મારું સતત ધ્યાન બહેન પર જ હતું. સંબંધીનો પ્રસંગ છોડીને મારી બહેન છાનીમાની મારા ઘરે ગઈ. હું પણ તેની પાછળ-પાછળ ઘરે ગયો. બહેન કબાટમાં કશું શોધી રહી હતી. મેં તેને પૂછ્યું કે શું શોધે છે? ત્યારે તેણે કહ્યું કે ડોકિયું ગોતું છું. મને વિચાર આવ્યો કે દાગીના લઈને નયના તેના પ્રેમી સાથે ભાગી જશે, એટલે મેં દુપટ્ટાથી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ ઘટના અંગે વધુ મા જાણવા મળ્યુ હતુ કે દીનેશે જાગુને મોત ને ઘાટ ઉતારવા માટે ટી.વી નુ વોલ્યુમ વધારી દીધુ હતુ અને પાછળ થી ગળે દુપટ્ટા વડે ગળુ દબાવી શેટી પર પડાછી તેના પર બેસી ગયો હતો અને જયા સુધી હલચલન બંધ ના થઈ ત્યા સુધી ગળાફાંસો આપી રાખ્યો હતો હત્યા કર્યા બાદ બહેન શી લાશ ને સગેવગે કરવા માટે બહેનનું મોઢું પ્લાસ્ટિકની કોથળીથી બાંધી દીધું. હાથ-પગ દોરી અને દુપટ્ટાથી બાંધ્યા. મૃતદેહ જલદી પાણી બહાર ન આવે એટલે પાણીમાં ડુબાડવા માટે નયનાના પગ વાયરોથી બાંધી સાથે કોથળીમાં રેતી ભરીને લાશને કૂવામાં ફેંકી દીધી હતી.
દિનેશે આ ઘટના ને એટલા માટે અંજામ આપ્યો હતો કે તેને ડર હતો કે બહેન પ્રેમી સાથે ભાગી જશે તો પરીવાર ની બદનામી થશે આ માટે તેણે પોતાની જ બહેન ની હત્યા કરી નાખી હતી.