પ્રખ્યાત પટેલ વિહાર પરોઠા હાઉસવાળા હસમુખભાઈ એ આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ
હાલ ગુજરાતમાં રોજબરોજ એકને ક્યાંક આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ખાસ કરીને મોટા શહેરોમાં આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે હાલ જ રાજકોટમાં પટેલ વિહાર પરોઠા હાઉસ વાળા હસમુખભાઈએ ગળાફાંસો ખાય પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેવા સમાચાર મળી રહ્યા છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટ શહેરના ખૂબ પ્રખ્યાત ગોંડલ રોડ પર આવેલા પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પટેલ પરોઠા હાઉસના સંચાલક હસમુખભાઈ પંચાણીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના વહેલી સવારે બની હતી ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હસમુખભાઈ નું મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જો ઘટના ની વિગતે વાત કરવામાં આવે તો તેઓ રાજકોટના યુનિવર્સિટી રોડ પર ધોળકીયા સ્કૂલ નજીક કૃષ્ણનગર મેઇન રોડ પર રહેતા હતા તેઓની ઉંમર 65 વર્ષ છે ત્યારે આજે વહેલી સવારે છતના હુંક મા ચુંદડી બાંધી પોતે ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યા શા માટે કરી તેની હાલ ચોક્કસ બાબત સામે આવી નથી.
ઘટના અંગે જાણવા મળ્યું હતું કે હસમુખભાઈ પંચાણીએ પોતાના હોલમાં જ વહેલી સવારે આપઘાત કરી લેતો હતો જ્યારે હસમુખભાઈના પત્ની વહેલી સવારે ઉઠ્યા ત્યારે પતિને રૂમમાં ના જોતા હોલમાં જોયા હતા હસમુખભાઈ ત્રણ ભાઈઓ છે જેમાંથી તેઓ વચ્ચેના છે આ ઉપરાંત હસમુખભાઈ ને સંતાનમાં ત્રણ પુત્ર પણ છે
અત્રે ઉલ્લેખની એ છે કે પટેલ પરોઠા હાઉસ ભાઇ રાજકોટમાં ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ પર પરાઠા હાઉસ ચલાવીને ધંધો કરતા હતા જે ઘણું વર્ષો જૂનું અને જાણીતું છે