જસદણના રાજમાતાનું 89 વર્ષની વયે થયુ નિધન, અંતિમ યાત્રામાં જોડાયા ગામના સર્વે લોકો…
હાલમાં જ જસદણમાં ગઇકાલે શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. હાલમાં જ સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, જસદણના રાજમાતા એ 89 વર્ષની વયે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. આ દુઃખદ સમાચાર મળતા જ ગામજનો અને પરિવારમાં શોક છવાઈ ગયો હતો. આજના દિવસે સવારે 9 વાગ્યે જસદણ દરબારગઢ ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી.
આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો અને રાજવી પરિવારો જોડાયા હતા અને ગામના લોકોએ પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે, રાજમાતાના અંતિમ દર્શન માટે સવારે 8થી 9નો સમય રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમની અંતિમ યાત્રા નીકળી હતી.
રાજમાતા નાં મુત્યુ અંગે જાણવા મળ્યું હતું કે, ગઈકાલે રાજમટામે હ્રદયરોગનો હુમલો આવ્યો હતો અને બપોરના ત્રણ વાગ્યે જસદણ સ્થિત દરબાર ગઢ ખાતે નિધન થયું હતું. આજ રોજ અંતિમયાત્રામાં જસદણ તાલુકાના સામાજિક, રાજકીય આગેવાનો અને લોકો જોડાયા હતા. રાજમાતા પ્રમીલારાજેના અંતિમસંસ્કાર રાજવી સત્યજીતકુમાર ખાચરે આપી હતી.
રાજમાતા વિશે જાણીએ તો તેઓ જસદણના દરબાર સત્યજીતકુમાર શિવરાજકુમાર ખાચરના માતા હતા, તેમજ યુવરાજ રવિરાજકુમાર સત્યજીતકુમાર ખાચર તથા મહારાજકુમાર શિવરાજકુમાર સત્યજીતકુમાર ખાચરના દાદીમાં અને સ્વ.મહારાજ પ્રતાપસિંહરાવ ગાયકવાડ(બરોડા)ના પુત્રી હતા. રાજમાતાનું નિધન થતા જ જસદણ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે બપોર સુધી બંધ પાળી સદગત રાજમાતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ખરેખર આ દુઃખદ ઘટના ને લીધે પરિવારમાં દુઃખદ વાતાવરણ છવાઈ ગયું.