યુપીના રસ્તાઓ પર ભિખ માંગી રહ્યા હતો ગુજરાતનો આ વ્યક્તિ ! જ્યારે હકીકત સામે આપી તો પોલીસ પણ ચોંકી ગઈ…
હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનાર ઘટના યુપીમાં બની છે, જેના લીધે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે, યુપીમાં છેલ્લા ઘણા દિવસ થી એક વ્યક્તિ ભિખારીનાં વેશમાં ફરી રહ્યો હતો.આ વ્યક્તિ કોણ છે, તે કોઈ જાણતું ન હતું પરંતુ હકીકતમાં આ વ્યક્તિ ભિખારી નહિ પણ એક ધનવાન વ્યક્તિ હતો.જ્યારે આ વ્યક્તિની ઓળખ થઈ તો સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા.
તમને જાણીને નવાઈ લાગશે એક પોલીસ દ્વારા થયેલ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ વૃદ્ધ ભિખારીની ઓળખ ગુજરાતના નિવૃત્ત મેનેજર તરીકે થઇ હતી. ચાલો આ ઘટના અંગે વધી વિગતવાર માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, તા. 2 એપ્રિલ 2022ના રોજ તેમની ગુમ થવાની
ફરિયાદ ગુજરાતનાં પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી.
ખાસ વાત તે યુપી કંઈ રીતે પહોંચ્યા એ જાણવા મળ્યું નથી પણ 1300 કિલોમીટર દૂર ગુજરાત પ્રાંતના નવસારી પોલીસ સ્ટેશન ચીખલી જિલ્લાના રણવેરી ગામનો રહેવાસી દિનેશ કુમાર ઉર્ફે દીનુભાઇ પટેલ એપ્રિલ મહિનાથી તેમના ઘરેથી ગુમ હતા. બેંક મેનેજરથી જનરલ મેનેજર સુધી કામ કર્યા બાદ વર્ષ 2009માં નિવૃત્ત થયા છે. હાલમાં તેમને કોતવાલી નગરમાં રાખ્યા છે.
ગૃહ જિલ્લામાં પરિવારના સભ્યોને ફોન દ્વારા માહિતી આપવામાં આવી છે.. રવિવારે જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે તેને ગુજરાતના લોકો ઓળખી ગયા. આ પછી સ્થાનિક પોલીસને જાણ કરી. પોલીસ વૃદ્ધને પોલીસ સ્ટેશન લઈ આવી અને પૂછપરછ દરમિયાન વૃદ્ધે પોતાના ઘરનું સરનામું અને પરિવારની માહિતી તેમજ ફોન નંબર આપ્યો અને આ માહિતી પોલીસે તેમના પરિવારને જાણ કરી હતી