અમદાવાદ ના વેપારી ને સુંદર યુવતિ સાથે મુલાકાત થય પછી કાર મા જ એવું થયું કે વેપારી બરોબર ના ફસાયા ! દસ લાખ…
હાલમાં એક ખૂબ જ ચોંકાવનાર ઘટના સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદ ના વેપારી ને સુંદર યુવતિ સાથે મુલાકાત થય પછી કાર મા જ એવું થયું કે વેપારી બરોબર ના ફસાયા ! આ ઘટના અંગે વિગતવાર માહિતી આપીએ. વાત જાણે એમ છે કે, શહેરમાં રહેતા એક પરિણીત વેપારી હનીટ્રેપનો શિકાર બન્યા છે. આ વેપારીને ફેસબુક થકી એક યુવતી સાથે મિત્રતા થઈ હતી.
ત્યારબાદ બનાવ એવો બન્યો કે, યુવતીએ તેઓને મળવા બોલાવ્યા હતા. તે સમયે યુવતીએ ગાડીમાં બેસી આ વેપારીને અડપલા કરવાનું શરૂ કર્યું હતું. આ ઘટના બાદ યુવતીએ વેપારીનો હાથ પકડી પોતાના જ શરીરે હાથ ફેરવવાનું શરૂ કર્યું હતું. વેપારી આ જાળમાં ફસાઈ ગયા બાદ યુવતીએ 15000 રૂપિયાના કપડા પણ વેપારી પાસેથી લીધા હતા અને બાદમાં ટુકડે ટુકડે 50થી 70 હજાર રૂપિયા લીધા હતા.
આ ઘટનામાં અમુક સમય બાદ યુવતીએ પોતાની પાસે વીડિયો છે તેમ કહી વેપારીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી. વેપારીની પરિસ્થિતિ ન હોવાથી તેઓએ 10 લાખ રૂપિયા આપવાનો ઇનકાર કરતા આખરે યુવતી સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના નાના ચિલોડા ખાતે રહેતા એક વેપારી કપડાનો ધંધો કરે છે. વર્ષ 2020માં આ વેપારીએ તેમની પહેલી પત્નીથી છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ બીજા લગ્ન કરવાના હોવાથી તેઓ શાદી ડોટ.કોમ એપ્લિકેશન ઉપર સર્ચ કરતા હતા. ત્યાં એક યુવતી સાથે તેઓએ વર્ષ 2021માં લગ્ન કર્યા હતા. તે વખતે આ વેપારી facebook માં નીતા નામની ફેસબુક પ્રોફાઈલ ધરાવનાર વ્યક્તિ સાથે મિત્રતા કરી હતી.
વેપારીએ આ યુવતીને અલગ અલગ જગ્યાએથી 15 હજારના કપડા પણ અપાવ્યા હતા. આમ અવારનવાર વેપારી યુવતી મળતા હતા અને જ્યારે જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે ત્યારે વેપારી આ યુવતીને પૈસા પણ આપતો હતો. આમ અવારનવાર યુવતીએ વેપારી પાસેથી આશરે કુલ 50 થી 70 હજાર રૂપિયા લીધા હતા. જેથી આ અંગે વેપારીએ નરોડા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે આ અંગે યુવતી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.