દુઃખદાયી ઘટના! વાન ચાલકે 2 વર્ષના બાળકનું માથું કચડી નાખતા, ઘટના સ્થળે જ બાળકનું મોત થયું…
આપણે જાણીએ છે કે, દિવસે ને દિવસે રોડ અકસ્માતના અનેક બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે માત્ર 2 વર્ષના બાળકનું રોડ અકસ્માતમાં નિધન થયું. આ ઘટનાના લીધે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.આ ઘટના અતિશય દુઃખદાયી છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી આપીએ કે, આખરે આ ઘટના કંઈ રીતે બની.
સૂત્ર દ્વારા જાણવા મુજબ આશીષ સોસાયટીમાં એચ.પી.ગેસ એજન્સીની મહેન્દ્રા બોલેરો પીકઅપ ગાડીના ડ્રાઈવરે રિવર્સમાં ગાડી ચલાવતી વખતે જ 2 વર્ષના માસુમ બાળકને અડફેટે લીધો હતો અને આજ કારણે વાનના ટાયર નીચે માથુ આવી જવાથી ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ગાડીના ચાલકની વરણામા પોલીસે ધરપકડ કરી હતી.
મૃતક બાળકના પિતાએ જણાવ્યું હતું કે, હું મંગળવારના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ મારૂ બાઈક લઈને દુકાને આવ્યો હતો. ઘરે પત્ની વૈભવી અને 2 વર્ષનો દિકરો જૈનીલ ગાંધી અને દિકરી હેત્વી હતા. દુકાન પર બપોરે સવા બાર વાગે મારી પત્નીનો મારી પર ફોન આવ્યો અને તેને જણાવ્યું કે, દિકરો જૈનીલ બપોરના 12 વાગે ઘરેથી નીકળી ઘરની સામે રહેતા કાકા અશોકભાઈના ઘરે જઈ રહ્યો હતો.
આ સમયગાળા દરમિયાન જ આ દુઃખદાયી ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા વરણામા પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોચી હતી. અને કારના ડ્રાઈવરના ચાલકની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ સોસાયટીમાં મૃતકની માતા-પિતા સહિત સમગ્ર પરિવારના આક્રંદ થી માહોલ ગમગીન બની ગયો હતો. બાળકો ને ક્યારેય પણ આ રીતે એકલા હાઈ-વે પર ના જાવા દેવા જોઈએ.
