સુરતમાં પાલિકાકર્મીની ઓળખ આપી 3 લૂંટારા ઘરમાં ઘૂસ્યા અને મહીલા એવુ કર્યુ કે ત્રણેય લુટારુઓ ભાગવું પડ્યુ.
હાલ ગુજરાત ના અનેક શહેરો મા અલગ અલગ રીતે ફ્રોડ અને ક્રાઈમ ને લગતી ઘટના જોવા મળે છે જેમા ક્રાઈમ કરનાર અલગ અલગ પ્રકાર ના કીમીયા અપનાવતા હોય છે એમા ખણ ખાસ કરીને મોટા શહેરો મા આ પ્રકાર ની ઘટના વારંવાર બની રહી છે ત્યારે હાલ જ સુરત મા એક ઘટના એવી બની છે જે દરેક લોકો માટે ચેતવણીરુપ કહી શકાય.
જો ઘટના અંગે વિગતે વાત કરીએ તો સુરત શહેર ના અડાજણની સીકેવીલા સોસાયટીમાં આ ઘટના બની હતી જેમા ખેડુત તેજસ પટેલ ના ઘરે ત્રણ લોકો આવ્યા હતા અને પોતે નગર પાલિકા ના માણસો છે તેવુ જણાવ્યુ હતુ આ ઉપરાંત ત્રણેય લોકો એ ડ્રેસ પણ પહેર્યો હતો અને સાથે આઈ કાર્ડ પણ હતુ. અને તેવો એ જણાવ્યું હતુ કે તેવો ટાંકી ચેક કરવા આવ્યા છે.
ત્રણેય લોકો ટાંકી ચેક કરી હતી અને બીજી બાજુ તેજસ પટેલ પણ ઘરે થઈ નીકળી ગયા હતા બાદ મા આ ત્રણેય વ્યક્તિ પરત આવ્યા હતા. જ્યારે ઘર પર માત્ર એક મહિલા જ હતી ત્યારે આ ત્રણેય વ્યક્તિઓ એ ગાર્ડન ચેક કરવાની વાત કરવા મહિલા એ રોક્યા નહતા જ્યારે આ ત્રણેય વ્યક્તિ ઓ એક દરવાજા પાસે એક વચ્ચે અને એક ગાર્ડન મા ઉભા રહી ગયા હતા.
બાદ મા એક વ્યક્તિ એ મહિલા ને કોઈ વસ્તુ સુંઘાડી બે ભાન કરવાનો પ્રયાસ કર્યો હતો અને બહીલા એ પણ સુજબુજ દેખાડી બેભાન થવાનું નાટક કર્યુ હતુ. અને બાદ મા થોડીક વાર મા ઉભી થઇ ને બુમાબુમ કરતા આજુબાજુ ના લોકો તરત દોડી આવ્યા હતા આ જોઈ ને ત્રણેય લોકો ભાગી ગયા હતા જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી મા કેદ થય હતી જ્યારે આ ઘટના અંગે અડાજણ પોલીસે અરજી લઈને તપાસ શરૂ કરી છે.
