સુરતમાં એક કા ડબલ સ્કીમ નાં નામે કરોડ રૂપિયા ઠગનાર આરોપી ઝડપાયો, આટલા કરોડ ઠગયા…
ખરેખર આજના સમયમાં લોકો પૈસા પાછળ ગાંડા થઈ જાય છે અને એનો જ લાભ માણસ જ પોતે પણ ઉઠાવે છે. ત્યારે હાલમાં જ હેરાફેરી ફિલ્મ જેવી ઘટના સામે આવી છે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મુંબઈની ફીનોપીલ કંપનીના હેલ્થ કેર લિમિટેડના ચેરમેન દ્વારા લોકોને નવ વર્ષમાં પૈસા ડબલ કરી આપવાનું લાખો રૂપિયાની નહીં પણ કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સુરતમાં નોંધાયો હતો.
ચાલો આ ઘટના અંગે વધુ વિગતો જાણીએ તો, સુરતમાંથી આ કંપનીમાં રોકાણ કરનારાઓના અંદાજિત ₹100 કરોડથી વધુ ફસાયો હોવાનું જાણવા મળ્યું છે. આ સ્કીમ પણ બૉલીવુડની ફિલ્મ જેવો કિસ્સો બન્યો. વાત જાણે એમ છે કે, હજારો લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયેલા. મું
મુંબઈની ફીનોમિનલ હેલ્થ કેર સર્વિસીસ લિમિટેડના ચેરમેન અને અન્ય સંચાલકો વિરુદ્ધ સુરતમાં તેમના એજન્ટ તરીકે કામ કરનાર જમીન દલાલ સહિત છ એજન્ટ એ મહિધરપુરા પોલીસ મથકમાં રૂપિયા 6.94 કરોડની છેતરપિંડીની ફરિયાદ ગત ૧૮ ડિસેમ્બર 2018 ના રોજ નોંધાવી હતી. રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં છેતરપિંડીના ગુનામાં વધુ વિગતો સામે આવે એવી આશંકા પોલીસે વ્યક્ત કરી છે.
પીઆઇ ક્રાઈમ બ્રાન્ચ સુરતનાં જણાવ્યા અનુસાર, નાના માણસો પ્રીમિયમ ભરી મેમ્બર બનાવવામાં આવ્યા હતા. લોકોને પૈસા ચૂકવવાનો વારો આવતાં કંપની બંધ કરી તમામ ભાગી ગયા હતા. આ કંપની પર સુરત ઉપરાંત મહારાષ્ટ્રના પણ જુદા-ુજદા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે. સુરતમાં દાખલ થયેલા કેસમાં આશરે સાત કરોડની છેતરપિંડી થયેલ છે.
