11 વર્ષના લગ્નજીવન બાદ પત્ની એવું કર્યું કે, યુવકે પોતાની પાંચ વર્ષની દીકરી સાથે આત્મહત્યા કરી લીધી…કારણ જાણશો તો..
કહેવાય છે ને કે, વિધાતાના લેખ ક્યારેક એવા હોય છે કે વ્યક્તિનું જીવન દુઃખદાયી બની જાય છે. હાલમાં જ એક એવી ઘટના બની છે કે તમે જાણીને તમારી આંખમાંથી આંસુઓ આવી જશે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કઠલાલ તાલુકાના શાહપુર તાબે ભોઈનાવડ ગામના 30 વર્ષીય સંજયભાઈએ તેમની 5 વર્ષીય દીકરી સાથે કેનાલમાં ઝંપલાવ્યું.
ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે. સ્થાનિક પોલીસ અને ગ્રામજનો દ્વારા તરવૈયા બોલાવી બંનેની શોધખોળ કરતા 20 કલાક બાદ પિતા-પુત્રીના મૃતદેહો મળી આવ્યા છે. સમગ્ર ઘટના અંગે આતરસુંબા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, લગ્નનાં 11 વર્ષ બાદ પત્ની ગામના જ અન્ય યુવક સાથે ભાગી જતાં યુવકે આવું પગલું ભર્યું છે.
આ ઘટનામાં સૌથી વધારે દુઃખદાયી બાબત તો એ છે કે,
સંજયભાઈ રાવજીભાઈ પરમારના લગ્ન કપડવંજ તાલુકાના લહેરજીના મુવાડા ગામમાં 11 વર્ષ પહેલા થયા હતા. તેઓને સંતાનમાં 10 વર્ષનો દીકરો અને 5 વર્ષની દીકરી હતી. સંજયભાઈની પત્ની પુષ્પાને ગામના કૌટુંબિક પરિણીત યુવક સાથે આંખો મળી જતા અઠવાડિયા અગાઉ બંને પરિવાર અને ગામ છોડી ભાગી ગયા હતા. સગા સંબંધીઓના મતે પુષ્પાને ભગાડી જનાર યુવકે સંજયભાઈને ગત રોજ ફોન કર્યો હતો.
બની શકે કે ભગાડી જનાર યુવક અને પુષ્પાએ સંજયભાઈને ફોન પર કોઈ એવી વાત કરી હશે જે બાબતે સંજયને મનમાં લાગી આવ્યું હતું. જેથી સાંજે સ્કૂલ છૂટ્યા બાદ સંજય દીકરીને લેવા ગયો હતો. પરંતુ તે પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરતા તેનું બાઇક નર્મદા કેનાલ પરથી મળી આવતા સંજયે દીકરી સાથે કેનાલમાં ઝંપલાવ્યાનો અંદાજ આવી ગયો હતો.
સંજયે બુધવારે સાંજે 6 કલાકે દીકરી સાથે નહેરમાં ઝંપલાવ્યું હતુ. જે બાદ ગૂરૂવારે બપોરના 2 કલાકે એટલે કે 20 કલાક બાદ પુત્રીનો મૃતદેહ નહેર માંથી મળી આવ્યો હતો. જ્યારે સંજયભાઈ નો મૃતદેહ 5.30 કલાકે એટલે કે 24 કલાક બાદ મળી આવતા પરમાર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
