Gujarat

અમેરિકા મા ફાયરિંગ મા મોત ને ભેટેલા જગદીશ પટેલે ના ગામના લોકો આ સત્કાર્ય ના લીધે ખુબ યાદ કરી રહ્યા છે. ત્રણ વિદ્યાર્થી…

ગુજરાતીઓ આજે વિશ્વમાં દરેક દેશોમાં વસવાટ કરી રહ્યા છે, ત્યારે અનેક વખત ગૌરવ અપાવે એવી ઘટનાઓ બનતી હોય છે, તો ક્યારેક દુઃખદાયી ઘટનાઓ પણ સામે આવે છે. હાલમાં જ જગદીશ પટેલ ની હત્યાના લીધે તેમના પરિવારજનોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. માત્ર મોટેલમાં ભાડા બાબતે તેમની હત્યા કરવામાં આવી એ ખૂબ નિર્દયતા કહેવાય પણ જે થવાનું હતું એ તો થઈ ગયું પણ તેમનાં મુત્યુ બાદ પણ લોકો તેમને યાદ કરી ને આંસુઓ વહાવી રહ્યા છે.

આપણે જાણીએ છે કે, જ્યારે વ્યક્તિ ચાલ્યો જાય છે, ત્યારબાદ તેમના સત્કાર્યોના અને તેના સ્વભાવના લીધે લોકો યાદ કરે છે. ત્યારે જગદીશ ભાઈ પટેલ ખૂબ જ નિખાલસ અને દરિયા દિલ માણસ હતા. એમના મુત્યુ બાર ત્રણ વિધાર્થીઓ તેમને ખૂબ જ યાદ કરી રહ્યા છે. ચાલો અમે આપને જણાવીએ કે કયા કારણોસર વિધાર્થીઓ તેમને યાદ કરી રહ્યા છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સચીન પોપડાગામના જગદીશભાઈ પટેલની ઉદારતા અને ઝીંદાદીલીને કારણે 3 વિદ્યાર્થી ઉચ્ચ હોદ્દા પર ઓફિસર બનેલા. વાત જાણે એમ છે કે, રાંદેરની નવયુગ કોલેજમાં ભણતા ત્રણ વિદ્યાર્થીઓ પાસે એક સમયે કોલેજમાં ફી ભરવાના પૈસા ન હતા અને એડમિશન પણ કેન્સલ થઈ શકે તેમ હતું. એ સમયે જગદીશભાઈ તે સમયે અમેરિકાથી ઈન્ડિયા આવ્યા અને કોલેજના પ્રિન્સિપાલને મળવા ગયા હતા.

પ્રિન્સિપાલ સાથે જગદીશભાઈ ઓફિસમાં બેસી વાતચીત કરતા હતા. તે સમયે ઓફિસમાં એક વિદ્યાર્થી પ્રિન્સિપાલને મળવા આવ્યો હતો. ત્યારે પ્રિન્સિપાલ કહ્યું એ વિધાર્થી ને કેફી ન ભરશો તો તમારૂં એડમિશન કેન્સલ થઈ જશે. જગદીશભાઈની નજર વિદ્યાર્થી પર પડી. જગદિશ ભાઈ એ કહ્યું કે,કેટલા રૂપિયા ભરવાના છે હું આ વિદ્યાર્થીના ફી ભરી દઉં. તેમજ તેમને કહ્યું કે એડમિશન કેન્સલ થાય તેવા કેટલા વિદ્યાર્થી કોલેજમાં છે. ત્યારે પ્રિન્સીપાલે 3 વિદ્યાર્થી હોવાની વાત કરી હતી અને તેમને ત્રણેય ની ફી ભરી આપી.

તેમણે ત્રણેય વિદ્યાર્થીઓની તે વખતે 75 હજાર ફીસ ભરી હતી.આજે ત્રણેય વિદ્યાર્થીઓ કોલેજમાં ભણીને ઉચ્ચ હોદ્દા પર છે. જેમાં એક બારડોલી કોલેજમાં પ્રોફેસર તો બીજો બેંકમાં મેનેજર તેમજ એક સુરત મહાનગરપાલિકામાં ઓફિસર છે.અમેરિકામાં જગદીશભાઈની અંતિમવિધી ચાલતી હતી તે સમયે ત્યાં રહેતા ગુજરાતીઓ સમક્ષ જગદીશભાઈની ઝીંદાદીલીની વાત સાળા ગીરીશ પટેલે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!