સુરતના મોટા વરાછા મા મહીલા પર બે વાર સ્કુલ વાન ચડી ગઈ છતા જીવ બચી ગયો ! જુવો વિડીઓ..
આપણા ગુજરાતીમાં કહેવત છે ને કે, રામ રાખે એને કોણ ચાખે. આવી જ કહેવત હાલમાં એક સુરતની મહિલાના જીવન પર સત્ય બની છે. કહેવાય છે ને કે, જ્યારે તમારું મુત્યુ લખાયેલું હોય છે, ત્યારે યમ તમારા જીવનના દ્વારે આવે છે. આ ઘટના નો વીડિયો તમને વિચલિત કરી શકે છે. આ ઘટના સુરત શહેરની છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના મોટા વરાછામાંમહીલા પર બે વાર સ્કુલ વાન ચડી ગઈ છતા જીવ બચી ગયો ! આ કમકમાટી ભરી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટનામાં તમે જોઈ શકો છો કે, મહિલા જ ચાલી રહી છે, એજ દરમિયાન એક સ્કૂલવાન રિવર્સ લઈ રહી હતી, એજ દરમિયાન તેને મહિલા ને કચડી નાખી અને છેક આગળ સુધી લઈ ગઈ અને ત્યાબાદ આગળ જતાં સ્કૂલવાન ઉભી રહી ગઈ તો આગલમાં ભાગમાંથી મહિલા બહાર આવી છતાં પણ વાન ચાલકે ફરી વખત તે મહિલા પર વાન ચડાવી દીધું હતું.
આ ઘટના જોઈને તમને ખ્યાલ આવી જાય કે, મહિલા નો જીવ જતો રહ્યો હશે પરંતુ ભગવાનની કૃપાથી સમયસર વાનચાલક ને જાણ થઈ જતા મહિલા ને બહાર કઢાવમાં આવ્યા અને આ દમરીયાન ઘટનાની જાણ થતાં અન્ય લોકો પણ ત્યાં હાજર થઈ ગયા હતા. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મહિલાનો જીવ બચી ગયો છે પણ તેને થાપા નાં ભાગ માં અને પાસડીમાં ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક અકસ્માત નો ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખરેખર આ ઘટના ખૂબ જ કરુણ દાયક અને હચમચાવી દેનાર છે. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો કે કઇ રીત એ વાહન ચાલકે ધ્યાન રાખ્યા વિના મહિલાને કચડી નાખી હશે અને બીજીવાર પણ તેને બહેરમી થી કચડી નાખી ત્યારે ખરેખર આ ઘટના જોઈને હૈયું કંપી જાય.
Surat pic.twitter.com/kgOMWrMEnS
— Today GUJARAT (@TodayGUJARAT1) July 9, 2022
