Gujarat

પરિણીત યુવકે કિન્નર સાથે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું, મુત્યુ પહેલા કિન્નરે ઇન્સ્ટાગામમાં એવી રીલ બનાવી કે…

હાલના સમયમાં પ્રેમ લોકોના મૃત્યુના કારણ વધુ બની રહ્યો છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હાલમાં એક ખૂબ જ અનોખો કિસ્સો બન્યો છે. અત્યાર સુધી તમે અનેક પ્રેમી યુગલો વિશે ની આત્મહત્યાના બનાવો જોયા હશે તેમજ સમલૈંગિક યુગલોના આપઘાતના બનાવો વિશે સાંભળ્યું હશે પણ હાલમાં જ બાવળામાં એક પરિણીત યુવક અને કિન્નર પ્રેમસંબંધમાં એકસાથે ઝાડ પર લટકી ગયા હતા.

ખરેખર આ ઘટનાના યુવકનો પરિવાર શોકમગ્ન બની ગયો છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો આ બંને પ્રેમમાં એટલા બધા ઓતપ્રોત હતા કે બંનેએ એકબીજાના નામના ટેટ્ટુ પણ હાથ પર કરાવ્યું હતું.આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, કિન્નર એ આપઘાત પહેલા ઇન્સ્ટાગ્રામ પર ‘હું તારા જીવનમાંથી લવ છું રે વિદાઈ, માફ કરજે મને આજે મોત લેવા આઈ છે”, ગુજરાતી ગીત રીલ બનાવીને પોસ્ટ કરી હતી.

ખાસ વાત એ છે કે, કિન્નર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ હતી અને તેમાં અંદાજે 30 હજાર જેટલા ફોલોઅર્સ હતા.અવારવાર યુવક ને મિસ કરતી હોવાની વાત જણાવેલ કિન્નરે.આ ઘટના અંગે વિગત જાણીએ તો, તા 3 જુલાઈની રાત્રે બાવળા તાલુકાનાં દહેગામડામાં રહેતો 22 વર્ષીય યુવક કલ્પેશ મકવાણા જવાનું કહીને ઘરે આવ્યો નહોતો અને મોબાઈલ બંધ કરી દીધો હતો.

બીજા દિવસે સવારે કલ્પેશ મકવાણાએ ગામથી 4 કિલોમીટર દૂર આવેલા ખેતરમાં લીમડાના ઝાડ પર લટકીને જીવન ટૂંકાવી લીધું હતું. લીમડાના ઝાડ પર કલ્પેશ સાથે એક બીજી પણ લાશ લટકતી હતી. તપાસ કરતા તેની ઓળખ ક્રિષ્ણાદે ડેબાદે નામના કિન્નરની હોવાનું બહાર આવ્યું હતું.કિન્નરની તપાસ કરતા તેનું નામ ક્રિષ્ના ઉર્ફે કિરણ હોવાનું સામે આવ્યું હતું. તે મૂળ દેવ ધોલેરા ગામનો હતો. કિન્નરના માતા-પિતાને પણ બોલાવ્યા. એમણે પણ દીકરાને ઓળખી બતાવ્યો અને કહ્યું કે તેણે દીક્ષા લઈ લીધી હતી અને તેના ગુરુ વટવા રહેતા હતા. બાદમાં બંનેના પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહ પરિવારને સોંપી દીધા હતા.

પોલીસ તપાસમાં પરિવારે જણાવેલું કે,દોઢેક વર્ષ પહેલા કલ્પેશના પરિવારને તેના ક્રિષ્ના સાથેના પ્રેમ સંબંધની જાણ થતાં તેને કિન્નર ને સમજાવેલ કે મારા દીકરાને છોડી દે અને ખાસ વાતે કે, કલ્પેશના લગ્ન થઈ ગયા હતા. એને સાત મહિનાની એક દીકરી પણ છે. જોકે બંને કલ્પેશના લગ્ન પહેલા પરિચયમાં આવ્યા કે પછી એ અંગે પોલીસને હજુ કોઈ જાણકારી મળી નથી. કલ્પેશના ઘરે હાલમાં વિધિઓ ચાલુ હોવાને કારણે અમુક નિવેદનો લેવાના બાકી છે. બંનેની લાશ પાસેથી પોલીસને સુસાઇડ નોટ મળી નથી. હાલમાં પોલીસ આગળ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!