Gujarat

અમદાવાદ માથી PCB એ આ જગ્યા પરથી અધધ…. આટલા કરોડ નો વિદેશી દારુ નો જથ્થો ઝડપી લીધો…

ગુજરાત માંથી અવારનવાર વિદેશી દારૂ નો જથ્થો ઝડપાતો હોય છે. ગુજરાત માં દારૂ બંધી હોવા છતાં ગુજરાતવાસીઓ દારૂ ના ખુબ શોખીન છે. એવામાં ગુજરાત ના પાડોશી રાજ્ય રાજસ્થાન માંથી ગુજરાત માં દારૂ નો જથ્થો અનેક વાર આવતો હોય છે. હાલમાં ગુજરાત માંથી PCB એ દારૂ નો ખુબ મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

વધુ વિગતે જાણવા મળ્યું કે, PCB એ અમદાવાદ ના ચાંદખેડા વિસ્તાર માંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો. આ દારૂ ની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. દોઢ કરોડ રૂપિયા ના વિદેશી દારૂ ની લગભગ 650-પેટીઓ PCB એ ઝડપી પાડી છે. ગુજરાત માં આવા કિસ્સાઓ રોજેરોજ સામે આવતા જ રહે છે. ગુજરાત વાસીઓ પાર્ટી હોય કે લગ્ન દારૂ ની મહેફિલ પહેલા જમાવતા હોય છે.

PCB એ અમદાવાદ ના ચાંદખેડા વિસ્તાર માં દારૂ ઝડપાયા બાદ ત્યાં દારૂ નું કટિંગ થતું હોય તેવી જાણકારી મળી છે. વધુ જાણવા મળ્યું કે, આ દારૂ રાજસ્થાન રાજ્ય માંથી આવ્યો હતો. અમદાવાદ થઇ આ દારૂ સૌરાષ્ટ્ર વિસ્તાર માં પહોંચાડવામાં આવી રહ્યો હતો. જોકે સૌરાષ્ટ્ર માં પહોંચે તે પહેલા જ PCB એ 650-પેટીઓ ઝડપી પાડી હતી.

આ સાથે જ પોલીસે ત્રણ આરોપી ની ધરપકડ કરી હતી. સાથોસાથ વધુ માં મહેસાણા જિલ્લા ના વિજાપુર ના કુકરવાડા પાસેથી વિદેશી દારૂ ની એક કાર ઝડપાઇ હતી. જે ની કિંમત 1.31 લાખ હતી. સાથે પોલીસે ત્રણ આરોપી ને ઝડપી પડ્યા હતા. જેમાં ચાર આરોપી ફરાર થઇ ગયા હતા. આ ઘટના બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આમ ગુજરાત માં વારંવાર ઘણી બધી રીતે વિદેશી દારૃ ની સપ્લાય કરવામાં આવતી હોય છે. ગુજરાત માં દારૂ બંધી હોવા છતાં ગુજરાત માં પુષ્કળ માત્ર માં દારૂ ની રેલમછેલ થતી જોવા મળે છે. ક્યારેક પ્રવાસીઓ ની કાર માંથી પણ દારૂ ની બોટલો મળી આવવાના કિસ્સાઓ સામે આવતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!