ગુરુ-વિદ્યાર્થી અફેર ! 21-મી સદી ની ભારત ની સૌથી બોલ્ડ પ્રેમ કહાનીનો અંત આવો ખતરનાક થયો?
થોડા વર્ષો પહેલા ભારત માં એક લવ સ્ટોરી ખાસ ચર્ચા નો વિષય હતી. આ લવ સ્ટોરી છે, એક પ્રોફેસર અને તેનાથી 30-વર્ષ નાની તેની વિદ્યાર્થીની ની. પ્રોફેસર નું નામ મટુકનાથ અને તેની પ્રેમિકા જુલી જે તેનાથી 30-વર્ષ નાની તેની જ વિદ્યાર્થી ની હતી. હાલમાં તે ફરી ચર્ચા નો વિષય બન્યા છે. જાણવા મળ્યું કે, જુલી હાલ માં વેસ્ટઇંડીઝ દેશ ના ત્રિનિદાદ શહેર માં જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાય રહી છે.

જુલી ની આવી પરિસ્થિતિ માં તેને હાલ ભારત આવવું છે. વધુ વિગતે જાણવા મળ્યું કે, જુલી ની મિત્ર અને ગાયિકા દેવી એ દાવો કર્યો છે. જેમાં દેવી એ કહ્યું કે, જુલી હાલ માં ત્રિનિદાદ માં છે. તે ખુબ જ બીમાર છે. આ વાત તેણે મટુકનાથ ને કહી પરંતુ, મટુકનાથે જુલી ની મદદ કરવાનો સાફ ઇન્કાર કરી દીધો. જુલી જેના માટે તેના પરિવાર થી જુદી થઇ તે હવે મદદ કરવાનો ઇન્કાર કરી રહ્યા છે.

દેવી એ જણાવ્યું કે, તેના એક પરિચિત ના મેસેજ થી ખ્યાલ આવ્યો કે, જુલી વેસ્ટઇંડીઝ ના ત્રિનિદાદ માં છે. હાલ માં તે માનસિક રૂપ થી બીમાર છે. દેવી એ જુલી નો સંપર્ક કર્યો અને જુલી એ ત્યાંથી તેની તસ્વીર મોકલી હતી. જે જોતા દેવી ને ખ્યાલ આવી ગયો કે, જુલી ની હાલત હાલ ખુબ જ ગંભીર છે. જુલી એ દેવી ને જણાવ્યું કે, તે ભારત આવવા માંગે છે. અને સારવાર કરાવવા માંગે છે.

આ વાત પછી દેવી એ મટુકનાથ નો સંપર્ક કર્યો પણ તેને મદદ નો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ જુલી ના ભાઈ ને ફોન કરી આ વાત જણાવી. પરંતુ ભાઈ એ મદદ નો સાફ ઇન્કાર કરી દીધો હતો. દેવી એ મટુકનાથ ને આ વાત બાદ જૂઠો અને ઢોંગી ગણાવ્યો હતો. આ બને ની પ્રેમ કહાની ની વાત કરી એ તો વર્ષ 2004 ની આ વાત છે. 2004 થી જુલી ને મટુકનાથ સાથે પ્રેમ હતો.

જયારે વર્ષ 2006 માં મટુકનાથ અને જુલી ની પ્રેમ કહાની બહાર આવી ત્યારે મટુકનાથ પટના યુનિવર્સીટી માં હિન્દી ના પ્રોફેસર હતા. જુલી તેમની શિષ્ય હતી. આ પ્રેમ સંબંધ બહાર આવતા આખા દેશ માં ચર્ચા નો વિષય બની હતી. મટુકનાથે જુલી ખાતર તેના પરિવાર ને છોડી દીધો. જુલી ના પરિવારે જુલી સાથે સંબંધો તોડી નાખ્યા. અને મટુકનાથ ને યુનિવર્સીટી માંથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

છેલ્લા પાંચ વર્ષ થી બને અલગ રહે છે. જેમાં મટુકનાથે અધ્યાપન કાર્ય ચાલુ રાખ્યું તો જુલી એ આધ્યાત્મિક રસ્તો પકડ્યો. આ સાથે જ જુલી ની મિત્ર એ હાલ માં કહ્યું કે, તે ગમે એમ જુલી ને ભારત લાવશે જ આ માટે તેણે સીએમ ને પત્ર પત્ર પણ લખ્યો છે. દેવી એ આ બાબતે વિદેશ મંત્રાલય ને પણ વિનંતી કરી છે.
