Gujarat

ડાયમંડ કીંગ ગોવિંદભાઈ ધોળકીયા ને એક મહીલા ના લીધે નવુ જીવન મળ્યું હતુ ! વલસાડ ની મહીલાની કીડની…

અનેક એવા કિસ્સાઓ સામે આવેલા છે જેમા કોઈ એ પોતાની કીડની બીજા ને આપી ને જીવ બચાવ્યો હોય ત્યારે આજે એવી જ એક ઘટનાની યાદ અપાવીશું જેના કારણે સુરત ના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકીયા નો જીવ બચ્યો હતો.

સુરત શહેર અંગ દાન માટે મોખરે છે. કહેવાય છે ને કે, અંગ દાન એ મહા દાન છે. આમ પણ આ જગતમાં માનવતા થી મોટો કોઈ ધર્મ નથી. એક વાત યાદ રાખજો જો તમે કોઈને આપ્યું હશે તો એમાંથી અનંત ગણું ઈશ્વર તમને પાછું આપશે. એ કંઈ પણ ઋણ રાખતો જ નથી. આજે અમે આપને એક હ્દય સ્પર્શી વાત કરીશું. જેના વિશે તમે ભાગ્યે જ જાણતાં હશો. થોડા મહીના પહેલા વલસાડના શિક્ષિકા નું અકસ્તમાત થતા તે બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવેલ અને તેમના પરિવાર તેમનાં અંગ થકી 5 લોકોને નવ જીવન આપ્યું હતુ. જેમાં સુરતના એક ઉદ્યોગપતિ સામેલ હતા.

રામમંદિર માટે 11 કરોડ દાન કરનારા સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું 72 વર્ષે લિવર ટ્રાન્સપ્લાન્ટ ત્યારે ખરેખર આ એક પુણ્યનો પ્રતાપ અને માનવતાનું ફળ છે.ગોવિંદભાઈ ધોળકિયાના ત્રણ વર્ષથી ખરાબ થયેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જયારે મહીલા ને બ્રેઈનડેડ જાહેર કરાયેલા વલસાડના યોગશિક્ષિકા રંજનબેનના લિવરનું ગોવિંદભાઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. ગોવિંદભાઈ ધોળકિયાનું લિવર વર્ષ 2018થી ખરાબ થયું હોવાનું સામે આવ્યું હતું. ચાર મહિના પહેલા તેમને કમળો થયો ત્યારથી લિવર વધુ બગડ્યું હતું.

જેથી લિવરને ટ્રાન્સપાલન્ટ કરાવવું જરૂરી હતું અને આ માટે તેમના શરીરને અનુકૂળ અને મેચ થાય તેવા લિવરની ટ્રાન્સપ્લાન્ટ માટે શોધ ચાલી રહી હતી.30 સપ્ટેમ્બરે ધરમપુર ચોકડી પાસે અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થયેલ શિક્ષિકા બેનને બ્રેઇન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો, સોજો તથા ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું. બે દિવસ પહેલાં તેમને બ્રેઈનડેડ જાહેર કરાતાં પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. આમાંથી લિવર ગોવિંદભાઈ ધોળકિયાને આપવાનું નક્કી કરાતા સુરતમાં તેના માટે સર્જરી કરાઈ હતી.

20 વર્ષનો અનુભવ ધરાવતા ડોક્ટર રવિ મોહન્કા અને તેમની ટીમે સાંજના 6 વાગ્યાથી લઈને મધરાતના 3 વાગ્યા સુધી એટલે કે નવ કલાક સુધી આ ઓપરેશન ચાલ્યું હતું, જે સફળ રહ્યું હતું અને તેમને નવું જીવનદાન મળ્યું. ગોવિંદભાઈ ધોળકિયા આમ તો સુરતમાં શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સ નામની ડાયમંડ કંપની માલિક છે અને દેશ-વિદેશમાં તેમનો હીરાનો વેપાર ફેલાયેલો છે અને પોતાના નિખાલસતા અને ઉદારતા સ્વભાવનાં લીધે તેઓ લોકપ્રિય છે. આજે તેમને નવું જીવનદાન મળ્યું છે તો તેમના સદ્દકાર્યોનું પરિણામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!