રબારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું! ટ્રકે એકી સાથે પાંચ લોકોનો ભોગ લીધો, ત્રણનું મુત્યુ જ્યારે બે વ્યક્તિને…
હાલમાં જ આજ રોજ ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર પીપળી-વટામણ વચ્ચે મારૂતિ ઈકો કાર તથા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. આ ઘટનામાં ત્રણ પુરૂષોના ઘટના સ્થળે જ દુઃખદ નિધન થયું તેમજ અન્ય બે ગંભીર રીતે ઘવાયેલ વ્યક્તિ ઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે, આખરે ક્યાં કારણોસર આ દુઃખદ ઘટના બનેલી.
ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર છાશવારે પ્રાણઘાતક અકસ્માતો સર્જાતા રહે છે અને નિર્દોષ નાગરિકોના પ્રાણ જાય છે આમ છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી પણ નથી હલતું અને જીવલેણ અકસ્માત માટે જવાબદાર કારણો-સમસ્યાઓનું સમાધાન નથી કરવામાં આવી રહ્યું ત્યારે આજરોજ ધોલેરા પોલીસ મથક હેઠળના પીપળી-વટામણ વચ્ચે વડોદરા બાજુથી આવી રહેલ ડુંગળી ભરેલ ટ્રક ભાવનગર તરફ આવી રહ્યો હતો.
આ દરમિયાન જ તે વેળાએ સિહોરથી ખેડા જિલ્લા તરફ જઈ રહેલ મારૂતિ ઈકો કાર સામસામે ધડાકાભેર અથડાતાં કારમાં સવાર પાંચ વ્યક્તિ ઓને ગંભીર ઈજા પહોંચી હતીઆ ઘટનાની જાણ ધોલેરા પોલીસને થતાં પોલીસ કાફલો તથા 108 સ્થળપર દોડી આવી તપાસ હાથ ધરી હતી. તેમજ આ ઘટનામાં અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની પોલીસે અટકાયત કરી હતી.
આ બનાવના વાવડ મૃતકોના સ્વજનોને થતાં રબારી સમાજમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. ગંભીર હાલતે પ્રથમ સારવાર અર્થે ધંધૂકા ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે, તેમજ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, ઇજાગ્રસ્ત વ્યક્તિઓ જલ્દી સ્વસ્થ થઈ જાય અને મૃતકોની આત્મા ને શાંતિ મળે.
