Gujarat

વિદ્યા દાન એજ મહાદાન! ઝૂંપડીમાં રહેનાર દીકરીનું ડોકટર બનવાનું સપનું થશે સાકાર, અભ્યાસ માટે થયો દાન નો વરસાદ રાજકોટની એક…

જીવનમાં દરેક વ્યક્તિના સપનાઓ એકવાર અચૂક પુરા થાય છે, ત્યારે આજે અમે આપને એક એવી દીકરી વિશે જણાવીશું જેનું સપનું હવે સાકાર થશે. કોણ કહે છે કે, સપનાઓ હકીકત નથી બનતા પરતું આત્મવિશ્વાસ અને નસીબ નાં જોરે ક્યારેક સપનાઓ સાકાર બને છે. વાત જાણે એમ છે કે, હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, થરાદ ના એક ગરીબ પરિવારની દીકરીને મેડિકલમાં અભ્યાસ માટે આર્થિક પરિસ્થિતિ સરખી ન હોવાને કારણે દિવ્યભાસ્કરે દીકરીને મદદ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી.

તમને જાણીને આનંદ થશે કે, દિવ્ય ભાસ્કરે અહેવાલ બાદ દીકરીને ભણાવવા દેશમાં જ નહીં પણ વિદેશથી પણ મદદ આવવાની શરુ થઈ ગઈ છે. ત્યારે રાજકોટના ચાણક્ય ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે આ દીકરીને ડોક્ટર બનાવવાની સંપૂર્ણ જવાબદારી લીધી છે. એટલે કે હવે દીકરીના અભ્યાસનો ખર્ચ ટ્રસ્ટ ઉઠાવશે અને દીકરીનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થશે.

મદદ કરનાર ટ્રસ્ટ રાજકોટથી થરાદના હડિયોલ પરિવારની મુલાકાતે ટિમ પહોંચી ત્યારે જાણવા મળ્યું કે હડિયોલ ફેમિલીની એક દીકરી સંગીતા કે જેને ધોરણ 12માં 76.92% આવેલા છે અને છતાં પણ આર્થિક પરિસ્થિતિના કારણે આજે આ તેજસ્વી વિદ્યાર્થીની સંગીતા હડિયોલનું સપનું અધૂરું રહી જતું હોય એવું લાગ્યું.

શ્રી ચાણક્ય ફાઉન્ડેશન રાજકોટ એવો વિચાર કરેલો કે જે વિદ્યાર્થી આર્થિક પરિસ્થિતિને હિસાબે શિક્ષણથી વંચિત રહેતા હોય તેવા બાળકોને ટ્રસ્ટ એક મીડિયેટર બનીને બાળકોનાં સપનાં પુરા કરવામાં મદદ કરશે. ઉલ્લેખનીય છે કે જો દીકરીને ગવર્નમેન્ટ કોલેજમાં એડમિશન ન મળે તો ટ્રસ્ટ પ્રાઈવેટ કોલેજમાં પણ દીકરીને ભણાવશે.હાલમ આ દિકરી ને 21 હજારનો ચેક આપવામાં આવ્યો છે.શ્રી ચાણક્ય ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની એપ્લિકેશન છે. ચાણક્ય ફાઉન્ડેશન નામની જે ગુજરાતના ગમે તે ખૂણેથી મોબાઇલમાંથી પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરાવીને અમને જણાવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!