કેનેડા મા છે આ ગુજરાતી નો દબદબો ! ટ્રેડીંગ કીંગ તરીકે જાણીતા હેમંતભાઇ શાહ કેનેડા મા કરે છે એવુ કામ કે..
દેશ વિદેશમાં અનેક ગુજરાતીઓ નો દબદબો ચેઝ ત્યારે આજે આપણે વાત કરીશું કેનેડામાં ટ્રેડીંગ કીંગ તરીકે જાણીતા હેમંતભાઇ શાહ કેનેડા મા કરે છે એવુ કામ કે તમેં જાણીને આશ્ચય પામશો. વાત જાણે એક છે કે, હાલમાં હેમંત શાહ કેનેડાની ધરતીમાં ખૂબ જ નામના મેળવી લીધી છે. આજના સમયમાં તેઓ વિન્નીપેગ એવીએશન કંપનીના ડિરેક્ટર તો છે જ ઉપરાંત રાણા કેર ગ્રુપ નામની હેલ્થ કેર કંપની અને હીર ઇન્ટરનેશનલ નામની કંપની પણ ચલાવે છે

કેનેડાના વિકાસનો લાભ ગુજરાતીઓએ મળે એ માટે સ્થપાયેલી ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત સંસ્થા પણ તેમની જ પ્રેરણા હતી. ચાલો હેમંત ભાઈ વિશે જાણીએ કે કંઈ રીતે તેઓ કેનેડામાં ટ્રેડીંગ કિંગ બન્યા. ગુજરાતનાં મૂળ અબડાસા તાલુકાના વરાડિયા વાતની પણ મુંબઇ વ્યાપાર માટે સ્થળાંતરિત થયેલા માણેકજી નરશી ગુંદરવાળાના ત્રીજા દીકરા એટલે હેમંતભાઇ. તેમના પિતા નરસી મૂળજી અનેડ કંપનીના મલિક હતા અને બાબુ શેઠ ગુંદરવાળાના નામે જાણીતા હતા.

આજે તેઓકેનેડાના મોનીટોબા રાજ્યની વિન્નીપેગ એવીએશન કંપનીના મધ્ય-પૂર્વ અને પશ્ચિમ એશિયાના મેનેજિંગ ડાયરેક્ટર છે.શરૂઆત થી હેમંતભાઇને પહેલાથી રંગભૂમિમાં વધુ રસ હતો અને તેમને નાટકોમાં કલાકારો સાથે કામ કર્યું. તેમના પિતાજી ઇચ્છતા હતા હેમંત બિઝનેસ કરે એટલે તેમણે રંગભૂમિ છોડી દીધી.હેમંત ભાઈએ અભ્યાસની 1200 રૂપિયાના પગારવાળી એક નોકરીમાં જોડાયા. પિતાના આગ્રહ થી વર્ષ 1972માં 3-4 મહિના માટે કેનેડા ગયા પણ ત્યાં થી તેઓ પાછા આવી ગયા.

વર્ષ 1974માં ફરી કેનેડા ગયા. તેમને વિન્નીપેગમાં કાર પાર્કિંગ લોટ અટેન્ડેન્ટ તરીકે કામ કર્યું અને સાથે જ એક ઇન્ડિયન હોટલમાં વેઈટર તરીકે પણ કામ કર્યું.ત્યાં મોટાભાગે કોર્પોરેટ અને સરકારી અધિકારીઓ જ આવતા એટલે તેમની સાથે વાતચીત થવા લાગી, અને એક વ્યક્તિ એ હેમંતભાઇનું નામ એગ્રિકલચર ઇકવીપમેન્ટ કંપની કિપકૈલી કંપનીમાં રેકમેન્ડ કર્યું અને આ રીતે કેનેડિયન સરકાર દ્વારા હેમંત ભાઇનું નામ એ કંપની સુધી પહોંચ્યું.

વર્ષ 1980માં જ્યારે આ કંપનીનું ટેન્ડર લઈને તેઓ ભારત આવ્યા. આ સફળતા સાથે જ તેમને વિન્નીપેગની સરકારના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. કેનેડાની સરકારે ભારત સાથે વેપાર વ્યવહાર કરવો હોય તો હેમંતભાઇને યાદ કરે છે.આ પછી 1985માં તેઓ ક્યૂબેકસ કંપનીના સલાહકાર બન્યા અને પછી ભારતમાં પ્રોજેકટ માટે પાર્ટનર બન્યા.

પાંત્રીસ વર્ષ સુધી એમને ક્યૂબેકસ કંપની સાથે કામ કર્યું. વર્ષ 1990માં તેમને કોર્પોરેટ જેટ મુંબઇ અને પુણેના ઇન્ડસ્ટ્રીયાલીસ્ટને વેચ્યા હતા ત્યારે લોકોએ એવું કહીને તેમના વખાણ કર્યા હતા કે એક કચ્છી છોકરો પ્લેન પણ વેચી શકે છે. ત્યા બાદ તેમણે વિન્નીપેગ એવિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા આમ તેમને જીવનમાં સફળતાનાં શિખર પ્રાપ્ત કર્યા.
