Gujarat

જેઈઈ મેઈન્સ પરીક્ષા માં સુરત ના વિદ્યાર્થી એ બાજી મારી ! પરીક્ષા નાતે સોસીયલ મીડિયા છોડી દીધું અને સમગ્ર ગુજરાત માં પ્રથમ જયારે દેશ માં…..

આજમાં સમયમાં જીવનમાં આગળ વધવા અને સફળતા મેળવવા માટે અભ્યાસ જરૂરી છે. ત્યારે હાલમાં જ ડૉક્ટર દંપતીનાં દીકરાએ પરિવાર અને શાળા નું નામ રોશન કર્યું છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના મહિત રાજેશ ગઢીવાલાએ એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની જેઈઈ મેઈન્સ પરીક્ષા માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ ખુશીના અવસરે શિક્ષકો અને માતાપિતાએ અભિનંદન આપ્યાં હતાં.

તમને જાણીને આશ્ચય થશે કે, મહિતને 99.99 પર્સેન્ટાઈલ મળ્યાં છે. આગામી સમયમાં મહિત જેઈઈની એડવાન્સ એક્ઝામ આપીને આગળ અભ્યાસ કરશે. ખરેખર આ વિધાર્થી અનેક વિધાર્થીઓ માટે પ્રેરણા રૂપ બન્યો છે, આમ પણ કહેવાય છે ને કે, જીવમમાં સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે, ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે,એલનમાં તે નવમાં ધોરણથી અભ્યાસ કરતો મહિત ક્લાસમાં અભ્યાસની સાથે સાથે તે રોજના ચાર કલાક જેટલી તૈયારી કરતો હતો

ખાસ વાત એ છે કે, શિક્ષકો દ્વારા પણ પૂરતો સપોર્ટ આપવામાં આવી રહ્યો હતો. મહિતમી મહેમત થી આજે તેને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવીને સૌ કોઈને ગર્વ અપાવ્યો છે. હવે આગામી સમયમાં મહિત જેઈઈની એડવાન્સ એક્ઝામ આપીને આગળ અભ્યાસ કરશે.મહિતના પિતા ડો. છે અને માતા પણ ડો. છે જેથી તેમને પોતાના દીકરાને પોતાની કારકિર્દી નક્કી કરવા માટે ની છૂટ આપેલ.હાલ મહિત ચોથી ઓલિમ્પિયાડ કેમેસ્ટ્રી માટે ગયો છે. મહિત નવમાં ધોરણથી જ જુનિયર ઓલિમ્પિયાડ માટે દોહા ગયો હતો. ત્યારથી તેના જીવનમાં વળાંક આવ્યો અને દેશ માટે કંઈક કરી છૂટવા માટે થઈને આગળ વધતો ગયો અને હાલ આ સફળતા મેળવી છે.

ખાસ વાત એ છે કે, મહિત નવમાં ધોરણમાં આવ્યો ત્યારથી તેણીએ તબીબી પ્રેક્ટિસ છોડી દીધી છે. તેણી ડેન્ટિસ્ટ છે. છેલ્લા ચાર વર્ષથી મહિતને તૈયારી કરાવી રહી છે. આગામી સમયમાં મહિત દેશ માટે કંઈક કરી બતાવે તે માટે થઈને પોતે પોતાની પ્રેક્ટિસનું બલિદાન આપી દીધું છે.

મહિત સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી. તે અભ્યાસની સાથે સાથે ફિલ્મો જોવા સહિતની ઈતરપ્રવૃતિઓ સાથે સંકળાયેલો છે. તેને અભ્યાસમાં અને કંઈક ડિપમાં સંશોધન કરવાની ટેવ છે. તેણે ધોરણ 10માં પણ બાયોલોજી અને મેથ્સ સાથે અભ્યાસ કર્યો હતો. હજુ પણ તે બધા વિષયો સાથે આગળ વધી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!