અમદાવાદ મા ભારે વરસાદ થી પાણી ભરાયા તો લોકો હોડી લઈ ને નીકળયા ! જુવો વાયરલ વિડીઓ
હાલમાં મેઘરાજાએ ગુજરાત ભરમાં વરસાદની મહેર કરી છે, ત્યારે ખાસ કરીને ઘણા સમય થી અમદાવાદ વાસીઓ આતુરતા પૂર્વક થી વરસાદ ની રાહ જોઈ રહ્યા હતા પણ મેઘરાજાનું અગામન જ નોહતું થતું. ત્યારે સૌ કોઈ અમદાવાદ વાસીઓ મેઘરાજા ને પ્રાર્થના કરી હશે અને કહેવાય છે ને કે ઈશ્વર તો દયાળું છે. અમદાવાદમાં વરસાદ એવો આવ્યો કે આખું અમદાવાદ પાણીમાં ડૂબી ગયું.
જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાય. સ્માર્ટ સીટી ગણાતું અમદાવાદ શહેર એક દિવસમા જ પાણી થી છલોછલ થઈ ગયુ છે, જ્યારે કુદરત તબાહી સર્જે છે, ત્યારે એજ જ પળમાં બધુ બરબાદ થઈ જાય છે. કહેવાય છે ને કે, અતિ ની ગતિ ન હોય. એક તરફ વરસાદ નહોતો થઈ રહ્યો ત્યારે લોકો પ્રાર્થના કરી રહ્યા હતા કે વરસાદ દે ભગવાન અને હવે જ્યારે અતિ ભારે વરસાદ આવ્યો છે, ત્યારે લોકો ભગવાન ને વરસાદ રોકવાનું કહે છે.
ખરેખર આજ માણસ ની પ્રકૃતિ છે પણ ગુજરાતી એ વિકટ પરિસ્થિતિમાં પણ જીવન ને જીવી જાણે એજ તો તાસીર છે. એક તરફ અમદાવાદ શહેર પાણીમાં ડૂબાઈ રહ્યું છે, ત્યારે અમદાવાદવાસીઓ આ પાણીમાં પણ મોજ માણી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તમે જોઈ શકો છો કે કંઈ રીતે બે વ્યક્તિઓ હોડી લઈને નીકળી પડ્યા છે અને તમે જોઈ શકો છો કે પાણી સાવ છીછરું છે, છતાં પણ લોકો મોજ માણી રહ્યા છે. આ છે આપણા ગુજરાતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
— Today GUJARAT (@TodayGUJARAT1) July 11, 2022
