Gujarat

આણંદ નજીક ટ્રક અને કાર ભયંકર અકસ્માત ! ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત ! કારન ફુરચા ઉડી ગયા…

આજકાલ અકસ્માત ના કિસ્સા ખૂબ જ વધી ગયા છે અને તેમાં પણ અમદાવાદથી વડોદરા જઈ રહેલ યુવકોને ખૂબ જ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો તેઓ એક્સપ્રેસ ઉપર સોમવારે સવારે પુરપાટ ઝડપે દોડતી કાર આગળ આવી રહેલી ટ્રક સાથે તે કાર અથડાઈ હતી અને તેમાં ખૂબ જ ગમખ્વાર અકસ્માત થયો તેમાં ત્રણ યુવકના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા અને તેમાં પણ એક યુવક નો તો તે જ દિવસે જન્મદિવસ હતો અને જન્મદિવસની ઉજવણી કરીને આ લોકો અમદાવાદથી વડોદરા પાછા આવી રહ્યા હતા અને તે ઘટનાના આધારે પોલીસ ત્યાં જગ્યા ઉપર પહોંચી ગઈ હતી અને તેની પહેલા જ અકસ્માતના કારણે ટ્રાફિક ખૂબ જામ થઈ ગયો હતો જે પોલીસે ક્લિયર કરાવડાવ્યો હતો.

અમદાવાદથી વડોદરા જઈ રહેલા યુવકોને અકસ્માત નડ્યો અકસ્માત થયો હતો તેમાં અમદાવાદમાં રહેતા અમન પ્રતાપસિંહ નરવાણ (ઉ.વ.17), માર્ક ક્રિશ્ચિયન (ઉ.વ.19), ધ્રુમિલ સમીરભાઈ બારોટ (ઉ.વ.20), મંથન દવે, અભિષેક લક્ષ્મણ પવાર સહિતના મિત્રો કાર નંબર જીજે 18 બીએફ 8813 લઇને અમદાવાદથી વડોદરા જતા હતા અને ત્યારે જ વેરાખાડી પાસે જતી એક ટ્રક સાથે કાર અથડાઈ ગઈ હતી અને ત્યાં ઘટના સ્થળે જ બે યુવકનું મોત થઈ ગયું હતું અને આ અકસ્માત કેટલો ખતરનાક હતો કે કારનો આગળનો ભાગ આખો ટ્રકમાં ઘૂસી ગયો હતો અને ગાડીના ભુક્કા બોલાઈ ગયા હતા. તેમાં અમન પ્રતાપસિંહ માર્ક મેકલીન ને ખૂબ જ ગંભીર ઈજા પહોંચતા તેમના ત્યાં જ મોત થઈ ગયા હતા અને ગંભીર રીતે ગવાઈ ગયેલા ધ્રુમિલ બારોટનું સારવાર દરમિયાન વડોદરા હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું હતું, અને આ અકસ્માતમાં મંથન દવે અને અભિષેક પવારને પણ ઈજા પહોંચતા જ તેઓને વડોદરા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

આ ગમખ્વાર અકસ્માત થવાના કારણે આસપાસ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગયા હતા અને આ યુવાનોને બચાવવાનું કામ શરૂ કરી દીધું હતું અને બીજી બાજુ જ ખંભોળજ પોલીસ ને જ્યારે જાણ થઈ હતી ત્યારે તેઓ તાત્કાલિક ધોરણે અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા, અને ત્યાં થયેલા ટ્રાફિક જામને ક્લિયર કરાવડાવ્યો હતો અને પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમને કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દરેક મિત્રો એક મિત્રની જન્મદિવસની ઉજવણી કરવા માટે વડોદરા જતા હતા અને તેમાં તેમનો અકસ્માત થઈ ગયો હતો અને તેમાં પણ અમન નામના છોકરાનો જન્મદિવસ હોવાથી ઉજવણી કરીને કેક કાપીને ઘરેથી નીકળ્યો હતો અને અકસ્માતમાં તેનું મોત થઈ ગયું હતું આમ ત્રણેય યુવકના પરિવારજનો શોકમગ્ન થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!