Gujarat

કચ્છની હચમચાવી દે તેવી ઘટના ! પત્નીએ પડોશણનું ગળું કાપી મોં પર તકિયો રાખી દીધો કારણ કે…

કચ્છ જિલ્લામાં ખૂબ જ હચમચાવી દે તો કિસ્સો સામે આવ્યો છે તેમાં જ્યારે પોલીસને સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને એફએસએલ ટીમને પણ બોલાવી દીધી હતી તથા પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી તેમાં ઘરના કબાટમાંથી રોકડ રકમ તથા દાગીના ગાયબ થઈ ગયા હતા અને તેના આધારે જ ચોરી કરવાના ઈરાદાએ એક મહિલાની હત્યા કરવાનું બહાર આવ્યું હતું અને આમ ઘટના સ્થળે ઘણી બધી વિગતો પણ પોલીસને ખૂબ જ શંકાસ્પદ લાગી હતી અને ચોરી કરવાના ઈરાદે જ આ સમગ્ર ઘટના બની હશે તેવું લાગ્યું હતું અને આ ઘટનામાં પાડોશી દંપતીએ તેનો અંજામ આપ્યો હોય તેઓ ભેદ ખોલતા જ પોલીસ પણ ખૂબ જ આશ્ચર્યજનક રીતે ચોકી ગઈ હતી.

સમગ્ર ઘટના પર નજર ફેરવીએ તો સતાપરના જૂના ગામમાં રહેતા હરિભાઈ પાંચાભાઇ સવારે 8:00 વાગે છકડો લઈને પોતાના ધંધે અંજાર ખાતે ગયા હતા અને બપોરે 1:30 વાગે જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે મીઠીબેન પાસે તેમને જમવાનું માંગ્યું અને મીઠીબેન પલંગમાં સૂઈ રહ્યા હતા અને તેમને કોઈ જવાબ આપ્યો નહીં જ્યારે તેમને મોઢા ઉપરથી હટાવ્યું ત્યારે તેમને તેમના પત્નીની ગળું કાપેલી હત્યામાં લાશ જોવા મળી હતી અને આ લાશ જોઈને તેઓ ખૂબ જ ગભરાઈ ગયા હતા. અને તેમને ખૂબ જ બૂમાબૂમ કરી ત્યારે પાડોશી ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી તેથી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

તેમના પાડોશી અને આ બંને એમ કરીને ચાર જણ થોડા સમય પહેલા જુનાગઢ અને સોમનાથ તરફ ફરવા માટે ગયા હતા અને ત્યારે જ કંકુબેન અને શંભુભાઈ મીઠીબેન વચ્ચે આડા સંબંધો હોવાની તેમને માહિતી મળી હતી આમ બંને મિત્રો પાડોશી હોવાથી ક્યારેક ક્યારેક કામ કરવા પણ સાથે જતા હતા આમ તે બાબતે તેમની બોલાચાલી પણ થઈ હશે તેવું પોલીસને લાગ્યું હતું. આ ઘટનામાં અંજારના ડીવાયએસપી મુકેશ ચૌધરીએ કહ્યું હતું કે મૃતક મીઠીબેન અને તેમના પતિ આરોપી કંકુબેન અને તેમના પતિ શંભુભાઈ કેરાસીયા તેમના બાજુમાં જ એક ઘર છોડીને રહે છે અને મીઠીબેન નો એક છોકરો હતો એક છોકરી છે અને તેમનો એક બાળક ભચાઉમાં ભણે છે અને દીકરી તેમના જ ગામમાં સ્કૂલમાં જાય છે આમ શંભુ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો મજૂરીનું કામ કરે છે અને મૃતક મીઠીબેન તથા કંકુબેન પણ મજૂરીનું કામ કરતા હતા.

પોલીસે જણાવ્યું કે બંને પરિવાર વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થયો હોય તેવું ધ્યાન પર આવ્યું નથી, આ બનાવના દિવસે કંકુબેન કામ કરીને જ્યારે ઘરે આવ્યા ત્યારે આઠથી 11 વાગ્યા સુધી તેઓ કામે ગયા હતા અને 11 વાગ્યે જ્યારે ત્યાંથી નીકળ્યા ત્યારે 11:15 ની આસપાસ તેઓ ઘરે પહોંચ્યા હોય તેવું લાગે છે અને અગાઉ થયેલા મન દુઃખના લીધે કંકુબેન વાતચીત કરવા ગયા હશે અને તેમને વચ્ચે ઉગ્ર બોલા ચાલુ થઈ હશે અને આમ ઇરાદાપૂર્વક જ તેઓ ત્યાં ગયા હશે અને કાતરથી ગળા ઉપર બે ઘા માર્યા શંભુ પણ ત્યાં હાજર હતો અને જ્યારે હત્યા થઈ ગઈ ત્યારબાદ સાફ-સફાઈ પણ કરી હતી અને તેનો મિત્ર ગોપાલ લક્ષ્મણ આખા ગામમાં ફરતો હતો. અને તે જ વખતે તેને ત્યાંથી નીકળ્યો એટલે તેને મદદ માટે બોલાવ્યો અને તેમની બાળકી જ્યારે 10:30 વાગે શાળાએ જતી રહે છે ત્યારે મીઠીબેન એકલા જ હતા આમ ઝઘડવા ગયા હશે અને 11:30 થી 1:30 વાગ્યાની વચ્ચે આ સમગ્ર ઘટના બની હશે.

જ્યારે હથિયારા હોય એવું નક્કી કર્યું હતું કે ચોરી અને લૂંટફાટ કરીશું તો લૂંટના ઇરાદાથી આપણા પર કઈ જ વાત આવી નહીં અને ગોપાલ આવ્યો ત્યારે ત્રણ જણ ભેગા થઈને આ સમગ્ર વિચાર નક્કી કર્યો હતો અને તેમને વિચાર્યું કે આપણે આ જ પ્રમાણે કરીશું આમ ગોપાલ ગામમાં કોઈના પણ ઘરમાં ઘૂસી જાય તેમ શંભુ ગોપાલ સાથે મળીને નાના મોટી ચોરી કરતા હતા આમ તેમને આ રીતે પ્લાનિંગ કરીને વિચાર્યું કે આ હત્યાનો ગુનો પણ આપણા માથા ઉપર આવશે નહીં આમ ગોપાલ વિરુદ્ધ દારૂ જુગાર નો કેસ કરવામાં આવ્યો છે અને શંભુ પણ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને સવારે ઘરે આવીને ખેતરમાં કામે જતો હતો.

જ્યારે હથિયાર થઈ ગઈ ત્યારબાદ ત્રણેય વે ઘરના આંગણા બાથરૂમ અને દિવાલો ઉપરથી લોહીના ડાઘા સાફ કરી દીધા હતા. અને જ્યારે તેમને તે કપડાં પહેર્યા હતા તે પણ ધોઈ કાઢીને મૂકી દીધા હતા આમ ચોરીના ઇરાદે હત્યા થઈ હોવાનું દ્રશ્ય તે લોકોએ ત્યાં ઊભું કર્યું હતું. ત્યારબાદ હત્યામાં વપરાયેલી કાતર પણ ઘરના માળિયામાં ઉપર ફેંકી દીધી હતી.

જ્યારે એફએસએલ હતી અને તેમની જ હાજરીમાં સાયન્ટિફિક એવિડન્સ ભેગા કર્યા ત્યારે આ સમગ્ર કેસ સામે આવી ગયો હતો, અને જે જગ્યા ઉપર લોહીના ડાઘ છે ત્યાંનો રંગ બદલાઈ જાય છે આમ તે અનુસાર અંજારના ડીવાયએસપી સ્થાનિક પોલીસ એલસીબી અને એફએસએલ બધા જ જોડાઈ ગયા છે. તેમના સંપૂર્ણ ગામમાં 2500 થી 3000 લોકોની વસ્તી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!