ગુજરાત માટે આગામી 5 દિવસ ખુબ ભારે ! આ ક્ષેત્રો મા ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી…
અત્યારે ગુજરાત રાજ્યમાં ખૂબ જ ધોધમાર અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, અને મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે, અનેક ગામડાઓ તો સંપર્ક વિહોણા થઈ ગયા છે, તથા નદીનાાળા પણ વિવિધ જગ્યાએ છલકાઈ ગયા છે. રોડની હાલત પણ ખૂબ જ દયનીય બની ગઈ છે. અનેક ડેમ ભયજનક સપાટી ઉપર પહોંચી ગયા છે, અને તેના આધારે જ આગામી બે દિવસ પણ રાજ્ય અને ખૂબ જ ભારે પડશે તેવું લાગે છે, આગામી બે દિવસમાં રાજ્યમાં અતિ ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ જેમ કે ભરૂચ,નર્મદા છોટાઉદેપુર, સુરત,તાપી,ડાંગ,નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડશે તેના આધારે જ તેમાં રેડ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. તથા અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વિવિધ ડેમ ખુબ જ ભયજનક રીતે છલકાવાની તૈયારીમાં છે, અને 24 કલાકમાં વિવિધ ૧૪ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તેમાં વિવિધ જિલ્લાઓ જેમકે પોરબંદર,ભાવનગર, જૂનાગઢ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને વડોદરામાં ધોધમાર વરસાદ પડશે. અમદાવાદમાં ધોધમાર વરસાદ પડવાના કારણે પંજાબ થી એનડીઆરએફ ની ટીમો બોલાવવામાં આવી છે. અને એરફોર્સના કાર્ગો પ્લેનમાં તેઓની બચાવ કામગીરી શરૂ કરી છે.
માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. તેમજ સીએમ ભુપેન્દ્ર પટેલ 1:30 વાગે અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ થી નિરીક્ષણ કરશે અને હવામાન વિભાગે 12 જુલાઈએ સવારે 8:30 વાગ્યાથી 13મી જુલાઈના સવારે 8:30 વાગે એટલે કે 24 કલાકની વરસાદની આગાહી કરી છે અને હવામાન વિભાગે જણાવ્યું હતું કે 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે અને 14 જિલ્લાઓમાં તો અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગે બીજા ચાર દિવસ અત્યંત ભારે વરસાદ પડશે તેવું જણાવ્યું છે દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ચાર દિવસ ખૂબ જ વરસાદથી યથાવત રહેશે વલસાડમાં સતત ત્રણ દિવસ રેડ એલર્ટ જાહેર કર્યું છે નવસારી તથા ડાંગમાં બે દિવસ રેડ એલર્ટ અને બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તેની સાથે જ સુરત અને તાપી સહિત અલગ અલગ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે તેમજ મધ્ય ગુજરાતના નર્મદા ભરૂચ અને છોટાઉદેપુરમાં પણ મેઘરાજા મોટું તાંડવ મચાવે તેવું લાગે છે આમ સરકારે વિવિધ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ જોઈને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે.
ગુજરાતમાં સોમવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ લીધું હતું અને તેમાં છેલ્લા 24 કલાકમાં ડેડિયાપાડામાં સૌથી વધુ 21 ઈંચ, ઉમરપાડામાં 16 ઈંચ, તિલકવાડામાં 20 ઈંચ, સાગબારામાં 16 ઈંચ, કપરાડામાં 15 ઈંચ વરસાદ પડ્યો છે. 12 જુલાઈએ અમદાવાદ, સુરત,વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, અમરેલી, ભાવનગર,ગીર સોમનાથ, વડોદરા, આણંદ, 13 જુલાઈએ સુરત, ડાંગ,નવસારી, વલસાડ, અમરેલી,ગીર સોમનાથ, જૂનાગઢ,14 જુલાઈએ અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ. આણંદ, 15 જુલાઈએ જામનગર, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ, આણંદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ઘણો બધો વરસાદ પડવાથી અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે 63 લોકો મૃત્યુ પામ્યા છે અને 24 કલાકમાં સાત લોકો વરસાદી તારા જેના લીધે મૃત્યુ પામ્યા છે, અને તેમના નુકસાન lની વાત કરીએ તો તેના આંકડા મુજબ 18 મકાનને સંપૂર્ણ નુકસાન પહોંચી ગયું છે અને 24 કલાકમાં 11 ઝૂપડા પણ બરબાદ થઈ ગયા છે. મળેલ આંકડા અનુસાર 272 પશુના વરસાદના કારણે મૃત્યુ થઈ ગયા છે અને લોકો પાણીમાં ડૂબી જવાથી 16 લોકો મૃત્યુ પામ્યા છે દિવાલ પડી જવાથી આઠ લોકો મૃત્યુ પામ્યા છે અને ઝાડ પડી જવાથી પાંચ લોકોના મૃત્યુ થઈ ગયા છે આમ વીજળી પડવાથી એક નાગરિકનો જીવ જતો રહ્યો છે આમ છેલ્લા 24 કલાકમાં 508 લોકોને રેસ્ક્યુ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે અને તેમાંથી 468 નાગરિકો પોતાની ઘરે પહોંચ્યા છે.
ગુજરાતની આ સમગ્ર વરસાદની સ્થિતિના કારણે મુખ્યમંત્રી દિવસ દરમિયાન સમીક્ષા કરે છે, અને વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન આપીને મંત્રીમંડળના સભ્યો વહીવટી તંત્ર તથા નાગરિકો સાથે વાતચીત કરી રહ્યા છે, અને તેના આધારે આણંદ, દ્વારકા, કચ્છ,પોરબંદર,છોટાઉદેપુર, તાપી, નવસારી,વલસાડ,નર્મદા અને વડોદરા જિલ્લામાંથી 10,674 નાગરિકોનો સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે, અને તેમાંથી 6,853 નાગરિક પોતાના ઘરે જતા રહ્યા છે, અને અંદાજિત 3,821 આશ્રય સ્થાનમાં આશરો લીધો છે. ત્યાં તેમના ભોજન અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને વરસાદ વાળા પાંચ જિલ્લામાંથી અત્યાર સુધી 508 નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફ ની કુલ 18 18 ટીમ મોકલી દેવામાં આવી છે, અને તે લોકોએ વરસાદમાં રેસ્ક્યુ તથા મૃત્યુ પામેલ લોકોની જાણકારી આપી હતી, અને તેમને જણાવ્યું હતું કે રાજ્યમાં વિવિધ જિલ્લાઓ જેમકે ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે જાહેર કરી દેવામાં આવ્યું છે અને વધુ વરસાદવાળા જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો મોકલી દેવામાં આવી છે અને તેના આધારે જ તેઓ કામગીરી શરૂ કરી દીધી છે.
