Gujarat

જામનગરના ખંભાળિયામાં કારની અડફેટે આવતા વેપારીનું મોત નીપજ્યું! ટક્કર બાદ કાર ચાલકે કર્યું એવું કે…

દિવસેને દિવસે રોડ અકસ્માતનાં બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ દુઃખદ બનાવ બનેલો. આ ઘટના વિશે જાણીને તમે પણ આશ્ચય પામી જશો. વાત જાણે એમ છે કે, સૂત્ર દ્વારા જાણવા મુજબ ખંભાળીયા-ભાણવડ રોડ પર સર્જાયેલા હીટ એન્ડ રનના બનાવમાં ખંભાળીયાના લોહાણા વેપારીનું મૃત્યુ થયું છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે.ખંભાળિયામાં જુની મામલતદાર કચેરી પાસે રહેતા તથા નગરનાકે શિવ પાન નામની જથ્થાબંધ હોલસેલ માલ-સામાનની દુકાન ચલાવતા કીર્તિભાઈ રમણીકલાલ બારાઈ તેમનું મોટર સાયકલ લઈને ભાણવડ પાટીયા ગંગા-જમના હોટલ પાસેથી જતા હતા. ત્યારે જીજે-12-બી-એફ-6341 નંબરની મોટરે તેઓને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા તેઓનું મૃત્યુ નિપજયું હતું.

આ દુઃખદ ઘટનામાં કારચાલક ફરાર થઇ ગયો હતો તેમજ ખાસ વાત એ છે કે, કારનું નંબરપ્લેટ સાથેનું આગળના ભાગનું બોનેટ ત્યાં પડી ગયું હતું. કારચાલકે જામનગરમાં સમર્પણ હોસ્પિટલ પાસે તથા અન્ય બે સ્થળે અકસ્માત સર્જયા હતા.

પરિવારે જણાવેલ માહિતી મુજબ કીર્તિભાઈના ઘેર બધા અગ્યારસ રહ્યા હતા જેથી મિત્ર સાથે ચાર રસ્તા પર અન્નપૂર્ણા હોટલમાં જમવા ગયા હતાં. ત્યાં મિત્ર ન આવતા ઘેર આવીને ફરીથી ગંગા-જમુના હોટલે જમવા માટે ગયા હતા અને ત્યાં જ તેમને કાળ ભરખી ગયો. મૃતકના ભાઈ જીતેન્દ્ર રમણિકભાઈ બારાઈએ કાર ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!