સુરેન્દ્રનગર મા બની દુખદ ઘટના ! બની એવી ઘટના એક અઢી વર્ષ ના માસુમ બાળક નુ મોત નીપજ્યું…
હાલમાં જ સુરેન્દ્રનગરમાં એવી દુઃખદ ઘટના બની છે, જે દરેક માતા પિતાઓ માટે ચેતવણી સમાન કિસ્સો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવારનવાર બાળકો સાથે અઘટિત બનાવો બનતા હોય છે, જેના લીધે ગંભીર સમસ્યાઓ ને કારણે બાળકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. દિવસે ને દિવસે સમાચારો અને મીડિયા દ્વાર જાણવા મળતું હોય છે કે , પાણીમાં ડૂબી જવાથી બાળકોનું મોત થયું છે.
આવી જ ઘટના વઢવાણમાં પ્રસંગે ગયેલા રતનપરના પરિવારનો અઢી વર્ષના બાળક સાથે બની. પાાણીના ખાડમાં ડૂબી જતાં બાળકનું મોત થયું છે, જેના લીધે પરિવારજનોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. ખરેખર આ ઘટના અત્યંત દુઃખદાયક છે. ચાલો આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી આપીએ કે કંઈ રીતે બાળકનું મોત થયું.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રતનપરમાં રહેતો પરિવાર વઢવાણ શ્રીમંત પ્રસંગે આવ્યો હતો. ત્યારે સગાને ત્યા બેસવા જતા બોરીયા વિસ્તારની ખાડમાં રમતા રમતા અઢી વર્ષનો બાળક પાણીમાં ડૂબી ગયો હતો. જેના લીધે બાળકનું મોત થતા તેને સરકારી હોસ્પિટલે લઇ જઇને પીએમ કરાવવામાં આવ્યું હતું.આ ઘટનાને પગલે પરિવારમાં શોક છવાઈ ગયો હતો. આ ઘટના માતા પિતાઓ માટે લાલબત્તી સમાન છે.
આ ઘટનામાં વિગતવાર જાણીએ તો, સુરેન્દ્રનગરના રતનપરની અલ્ફા સ્કૂલ પાસે ભાનુભાઈ શુકલની વાડી પાસે સંજયભાઈ હસમુખભાઈ જાદવ રહે છે અને વઢવાણ સતવારાપરા ઉગમણી શેરી નં.4માં રહેતા શ્રીમંતનો પ્રસંગે સંજયભાઇ તેમના પરિવાર સાથે મંગળવારે આવ્યા હતા. ત્યારે સંજયભાઈનો અઢી વર્ષનો માનવ રમતા રમતા બપોરના 2.15 સમયના ગાળામાં ચાલ્યો ગયો હતો. બાળક ગુમ થઈ જત શોધખોળ કરી હતી.
આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ સ્ટાફે બાળકની શોધખોળ શરૂ કરી હતી. આ વિસ્તારમાં આવેલી બોરીયા ખાડ વિસ્તારમાં માનવે તેની બહેનના પહેરેલા ચપલ ધ્યાને આવતા બોરીયા વિસ્તારના બાવળો અને પાણી ભરેલી ખાડમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે અંદાજે અઢીથી ત્રણ કલાક બાદ માનવની લાશ પાણીમાં તરતી દેખાઈ હતી. મૃત હાલતમાં માનવને વઢવાણની સરકારી હોસ્પિટલે દાખલ કરેલ.આ ઘટનાને લીધે પરિવારના શોકની લાગણી છવાઈ ગયેલી.
