Gujarat

સુરત ના મેહૂલ ગેલાણી નામના યુવાને આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ જાણશો તો આંચકો લાગશે…..

હાલમાં સુરત શહેરમાં એક ખૂબ જ દુઃખદ બનાવ સામે આવ્યો છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરત ના મેહૂલ ગેલાણી નામના યુવાને આપઘાત કરી લીધો હોવાથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ ગઈ છે.આ આપઘાત કરવાનું કારણ જાણશો તો આંચકો લાગશે કારણ કે આવું ભાગ્યે જ બને કે, જોઈ યુવાન ને આ કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું હોય. આ ઘટના અંગે અમે આપને વિસ્તુત માહિતી આપીએ કે કંઈ રીતે યુવાને પોતાનું જીવન ટૂંકાવ્યું.

આત્મહત્યાને જ લોકો જીવનની મુશ્કેલીઓનું અંતિમ ઉપાય ગણે છે, ત્યારે હાલમાં જ સુરત શહેરના સુરતના વરાછા વિસ્તારમાં યોગી ચોકમાં રહેતા મેહૂલ રમેશભાઈ ગેલાણી નામના 35 વયના પરિણીત યુવાનેએ આપઘાત કરી લીધો હતો. સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ મેહૂલભાઈએ ગઈકાલે પોતાના ઘરના રસોડામાં છતના પંખાના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.

આ ઘટના ની જાણ સંબંધીઓને કરતા મકાનનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક મેહૂલ અને તેની પત્ની વચ્ચે ઘણા સમયથી ઝઘડાઓ ચાલતા હતા અને મેહુલ કામમાં ધ્યાન નહોતો આપતો.

સતત ઘરકંકાસ બાદ છેલ્લા ઘણા સમયથી મહેલની પત્ની પિયર જતી રહી હતી. ત્યાંથી પણ મેહૂલ સામે પોલીસમાં અરજીઓ કરવામાં આવતી હતી. સતત ચિંતાઓને કારણે મેહૂલે પોતાનું જીવન ટૂંકાવવા અને માનસિક ત્રાસ થી છુટકારો મેળવવા માટે આપઘાતનું પગલું ભરી લીધું હતું. મેહૂલના પરિવાર દ્વારા પણ આત્મહત્યાની દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવવાની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!