Viral video

અમદાવાદી ગર્લ્સના બાઇક પર ખુલ્લા હાથે ખતરનાક સ્ટંટ કરતો વિડીઓ વાયરલ! જુવો વિડીઓ

હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનાર ઘટના સામે આવી છે, આપણે જાણીએ છે કે, આજનાં સમયમાં યુવાનો સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે, ત્યારે હાલમાં જ બે યુવતીઓએ ના કરવાનું કરી બેઠી! માત્ર ઇન્સ્ટાગ્રામમાં રીલ માટે રિયલ લાઇફ જોખમમાં મૂકીને પંજાબી સોંગ સાથે અમદાવાદી બે છોકરીઓએ બાઇક પર ખુલ્લા હાથે ખતરનાક સ્ટંટ, એક ભૂલ જીવ લઈ શકે છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ.

આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો, અમદાવાદની બે યુવતીઓ એ પોતાનો જીવન જોખમમાં મૂકીને મોજ ખાતર રિલ્સ બનાવી અને પોતાનું જીવન બરબાદ કર્યું. માત્ર પબ્લિસિટી મેળવવા માટે બે યુવતીઓ એ વાહનો પર સ્ટંટ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવામાં આવે છે. માત્ર આવા સ્ટંટને કારણે અન્ય લોકોના જીવને જોખમ ઊભું થવાની શક્યતા રહે છે.

આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, બે યુવતીઓ એ અમદાવાદના સિંધુભવન રોડ પર ખુલ્લા હાથે બાઈક ચલાવતી જોવા મળી છે. આ વીડિયો વાઇરલ થયાના ત્રણેક મહિના બાદ પોલીસ સમક્ષ આવતાં તેણે આ યુવતી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.યામાહા કંપનીની સ્પોર્ટ્સ બાઈક પર અન્ય યુવતીને પાછળ બેસાડી ખુલ્લા હાથે બાઈક ચલાવતી હતી. એ ઉપરાંત બાઈક પર ઊભાં ઊભાં ડ્રાઈવ કરતી હતી. આ સ્ટંટને કારણે યુવતી કે એની આસપાસના અન્ય વાહનચાલકોને અકસ્માત સર્જાઈ શકે એમ હતો.આ વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થયો હતો.

આ વાઇરલ થયેલો વીડિયો ત્રણેક મહિના બાદ પોલીસના ધ્યાનમાં આવતાં ટ્રાફિક એમ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરી ત્યારે બાઈકની નંબર પ્લેટ GJ-01-UP-9890 પરથી બાઇક નીલકંઠ પટેલ નામની વ્યક્તિનું હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ પોલીસે નીલકંઠ પટેલની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે બાઇક કેશવી પાડલિયા નામની યુવતી ચલાવી રહી હતી,. જેથી પોલીસે કેશવી પાડલિયા નામની યુવતી સામે ગુનો નોંધ્યો છે. એમ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.આ ઘટના દરેક યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. માત્ર પબ્લિસિટી મેળવવા આવા કરતબો નાં કરવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!