ભયંકર દરિયાના મોજાના તણાયેલા પરીવાર ઓળખ થઈ ! 2 બાળકોને ડૂબતા જોઈ પિતાએ લગાવી છલાંગ અને ત્રણેય…
હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ભયંકર દરીયાના મોજા માં ત્રણ ચાર લોકો તણાઈ જતા નજરે દેખાય છે ત્યારે શરૂઆતમાં આ ઘટના ક્યાંની છે અને ઘટના કેવી રીતે બની તેની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે ત્યારે આ ઘટનાની સાચી હકીકત હવે સામે આવી ગઈ છે આ ઘટના ક્યાંની છે એ અમે તમને જણાવીશું.
હાલ ના સમય મા આપણે ફરવા જઈ એ ત્યારે ફોટા પડાવવા મા અને વિડીઓ બનાવવા મા અનેક નિયમો નો ભંગ કરતા હોઈએ છીએ ત્યારે હાલ જે વિડીઓ વાયરલ થયો છે તેમા પણ આવુ જ કોઈક બન્યુ છે જો આ ઘટના અંગે વાત કરીએ તો આ ઘટના ઓમાન ના દરિયા કિનારે બની હોવાનું જાણવા મળ્યુ છે. જેમા સેફ્ટી લાઈન ને ક્રોસ કરીને મજા માણવા ગયેલા એક જ પરીવાર ના ત્રણ સભ્યો તણાઈ ગયા છે.
આ ઘટના અંગે વધુ મા જાણવા મળ્યુ હતુ કે ઘટના નો ભોગ બનનાર પરિવાર મુળ મહારાષ્ટ્ર ના સાંગલી જિલ્લા નો હતો. જેમા વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર શશિકાંત દુબઈની એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. અને પરીવાર સાથે દુબઈ મા જ રહે છે ત્યારે રવિવારે થોડા મિત્રો સાથે ઓમાન ફરવા ગયા હતા ત્યારે ઓમાન મા આવેલા સલાલ્હા નામના સ્થળે શશિકાંત અને તેનો પરિવાર મજા માણી રહ્યા હતા ત્યારે અચાનકજ એક મોટુ મોજુ આવતા કેટલાક લોકો તણાયા હતા.
🔴 حادثة غرق العائلة الاسيوية في المغسيل بفعل قوة الأمواج إثر تخطيهم حاجز الأمان ! pic.twitter.com/rDZAETJuik
— طـقـس عُـمـان 🌦 (@WeatherOman) July 11, 2022
આ ઘટના મા શશિકાંત ની 9 વર્ષની દિકરી શ્રુતિ અને 6 વર્ષનો દીકરો શ્રેયસ બન્ને પણ દરીયા ના મોજા મા તણાયા હતા. જ્યારે તેમને ડૂબતા જોઈ શશિકાંત એ પણ છલાંગ લગાંવી હતી ત્યારે પરીવાર ના ત્રણેય સભ્યો દરીયા મા ગરકાવ થયા હતા. આ ઘટના મા અન્ય ત્રણ જેટલા લોકો પણ તણાયા હતા જેમા ની શોધખોળ કરાતા તેમનો જીવ બચી ગયો હતો. જયારે હાલ ઓમાન સિવિલ ડિફેન્સ ટીમ ધ્વારાશશિકાંત અને તેમના બાળકો ની શોધખોળ ચાલુ છે.
