ખજૂર ભાઈને મળ્યું દુબઈ સરકાર તરફ થી અનોખું સન્માન! પોસ્ટ કરીને જણાવી ચાહકોને આ વાત…
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ખજૂર ભાઈ હંમેશા ચર્ચામાં રહે છે,ત્યારે હાલમાં ફરી એકવાર ખજૂર ભાઈએ દુબઈમાં એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેના લીધે સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યા છે અને આ સિદ્ધિ બદલ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે ખજૂર ભાઈએ એક કોમેડિયન તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને આજે તેઓ દાખલ લોકો માટે ભગવાન સમાન બન્યા છે.

ખજૂર ભાઈ નિરાધાર ના આધાર બનીને ખૂબ જ ઉમદા કામગીરી કરી રહ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ જ્યારથી લોકડાઉન પડ્યું ત્યારથી લઈને અત્યાર સુધી અવિરત પણે ખજૂર ભાઈ સામાન્ય લોકો માટે સેવા કરી રહ્યા છે અને આ જ સેવા કાર્યનું ફળ તેમને મળ્યું છે. ભવિષ્યમાં પણ તેમને અનેક ગણું પુણ્ય મળશે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ

હાલમાં જ હાલમાં બે ત્રણ મહિના પહેલા ખજૂર ભાઈ દુબઈ ગયા હતા પોતાને ટીમ મેમ્બર સાથે જ્યાં તેમણે 200 ઘર બનાવવાની ઉજવણી કરી હતી. ખરેખર આ સિદ્ધિ ખૂબ જ અનોખી હતી કારણ કે ખજૂર ભાઈએ દિવસ રાત એક કરીને ગરીબ લોકોને ઘર બનાવી આપ્યું અને એ પણ માત્ર એક બે ઘર નહીં પરંતુ 200 જેટલા ઘરો ખજૂર ભાઈએ બનાવી આપ્યા, ત્યારે હવે હાલમાં જ તેમને ફરી એકવાર દુબઈમાં ખૂબ જ એક અનોખું સન્માન મળ્યું છે. આ સન્માન તેમને સત્કાર્યો અને સમાજમાં સેવા કરવા બદલ મળ્યા છે ત્યારે ચાલો અમે આપને જણાવ્યા કે ખજૂર ભાઈને દુબઈમાં કઈ સિદ્ધિ મળે છે

આજરોજ ખજુરભાઈ એ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના ચાહકો સાથે ખુશ ખબર જણાવેલ. ખજૂર ભાઇ દુબઈમાં મળેલ સન્માનની તસ્વીર સાથે આ સન્માન મળવાનું કારણ જણાવ્યું હતું. ખજૂર ભાઈ પોસ્ટ સાથે કેપશનમાં લખ્યું કે, અમારા માટે આજે સન્માન ની વાત કહેવાય, કે આજે અમે ગુજરાત ના પહેલા Social Worker / Youtuber છીયે કે જેને દુબઈ પોલીસ, દુબઈ ગવર્નમેંટ દ્વારા “Esaad Privilege” સન્માન થી નવાઝવામા આવ્યા છે… આ સન્માન એમને મળે છે જેમણે પોતાના ક્ષેત્ર મા સમાજને મદદરૂપ થઈ લોક કલ્યાણ ના કાર્યો કર્યા હોય.

ખરેખર આ સન્માન બદલ સૌ કોઈએ ખજૂરભાઈને અભિનંદન પાઠવ્યા હતા. આપણે જાણીએ છે કે, ખજૂરભાઈ નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી રહ્યા છે, ત્યારે આજે તેઓ ગુજરાટીઓના હદયમાં અનોખું સ્થાન ધરાવે છે, ત્યારે આ જ કારણે અનેક પ્રકારનો સિદ્ધિઓ પ્રાપ્ત કરતા રહે છે. એક સમય એવો હતો, જ્યારે ખજૂરભાઈ લોકોને કોમેડી વીડિયો બનાવીને હસવાતાં હતા આજે અનેક લોકોની આંખોનાં આંસુઓ દૂર કરીને નિરાધારના આધાર બન્યા છે.
