Gujarat

ગુજરાત ના આ ગામ મા આકાશ માથી પડી વિચિત્ર વસ્તુઓ ! ગામ લોકો મા કુતૂહલ સર્જાયુ , જુવો ફોટો

આપણે જાણીએ છે કે, અવારનવાર અનેક પ્રકારની અજબ ગજબ ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની જેના લીધે મુળી ગામમાં કુતુહુલ સર્જાયું છે. ખરેખર આ ઘટના ખુબ જ ચોંકાવનાર છે, તમે જાણીને નવાઈ લાગશે કારણ કે આકાશમાંથી એવી વસ્તુઓ મળી કે, તમે જાણીને આશ્ચ્ર્ય પામી જશો. ચાલો આ ઘટના અંગે આપને વિગતવાર માહિતી જણાવીશું કે આખરે આ વસ્તું છે શું?

આપણે જાણીએ છે કે, અવાર નવાર સોશિયલ મીડિયામાં આવી અનેક પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે આ ઘટનાને કારણે ગામજનોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. આ ઘટના અંગે વધુ વિગતોવાર જણાવીએ તો દિવ્યભાસ્કરના અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, મૂળી સહિત સમગ્ર ઝાલાવાડમાં અવકાશમાંથી વસ્તુ પડવાનાં બનાવો અવાર નવાર સામે આવે છે, હાલમાં જ ત્યારે મૂળીનાં ગોદાવરી ગામે રહેતા કલ્પેશભાઇ પટેલ, તેમનો પરિવાર ગુરૂવારે ખેતરે ગયેલ, ત્યારે જ તેમને પોતાની વાડીમાં ચોંકવનાર વસ્તુઓ મળી આવી.

આ ઘટનામાં જાણવા મળ્યું કે, વાડી માંથી પાંચ ફુટથી મોટૂ ફુગા જેવુ અને તેની સાથે સર્કિટ સહિતનો સામાન મળી આવેલ. આ વસ્તુઓ મળી આવતા જ આસપાસના વિસ્તારાનાં ખેડૂતોમાં આ વાત વાયુ વેગે ફેલાતા લોકોનાં ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. આ બનાવ બનતા અંગે મૂળી મામલતદાર તેમજ પોલીસને જાણ કરાતા અધિકારી દ્વારા સ્થળ પર જઇ વિવિધ દિશામાં તપાસ આરંભી હતી. અવકાશી યાન જેવા દેખાતા વસ્તુથી ગામ, વિસ્તારમાં કુતુહલ સાથે લોકો દોડી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!