Gujarat

લગ્ન ના પાંચ મહીના ની અંદર રાજકોટ ના આ દંપતિ એ સજોડે આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ

આજકાલ આત્મહત્યાના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે તેમાં પણ રાજકોટ શહેરના મોરબી રોડ પર એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો હતો. તેમાં એકદમ પતિએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને તે ઘટના સામે આવી હતી છ મહિના પહેલા જ આ દંપતીના લગ્ન થયા હતા અને તેમને આપઘાત કરી લીધો હોવાથી સોલંકી પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. આ દંપતીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તેની કોઈ જ માહિતી હજુ સામે આવી નથી, અને પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ કરવાનું શરૂ કરી દીધું છે, અને તેમાં શું સામે આવશે તે ખૂબ જ મહત્વની બાબત છે.

સમગ્ર માહિતી જાણતા રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જય જવાન જય કિસાન સોસાયટી ની બાજુમાં આવેલ મફતીયા પરા વિસ્તારમાં એક દંપતિએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. અને તેની માહિતી પોલીસને મળી હતી જ્યારે પોલીસને આ સમગ્ર માહિતી ની જાણ થઈ ત્યારે તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્યાં પહોંચીને પંચનામાની કાર્યવાહી પણ આગળ હાથ ધરી હતી.

પોલીસ ત્યાં પહોંચીને પંચનામાની કાર્યવાહી શરૂ કરી અને જ્યારે તે કાર્યવાહી પૂર્ણ થઈ ત્યારબાદ આ બંને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી, અને પોલીસ દ્વારા તેમના પરિવારજનોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. આમ પોલીસને તેમાંથી મળેલ માહિતી અનુસાર 21 વર્ષના બાબુભાઈ સોલંકી અને મમતાબેન નામની મહિલાના છ મહિના પહેલા જ લગ્ન થયા હતા. હવે તેમને શું દુઃખ આવી પડ્યું તો તેમને ગળેફાંસો ખાવાની જરૂર પડી હશે.

અને રાજકોટમાં આપઘાતના પ્રયાસની બીજી એક ઘટના પણ સામે આવી હતી તેમાં રાજકોટ શહેરના રેલ નગર વિસ્તારમાં રહેતી એક વિધવા એ પોતાના જ ઘરે ઝેરી દવા ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, તે વિધવા ને એક ફેસબુકના મિત્રએ તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી અને તેમને પોતાના જ સમાજના whatsapp ના ગ્રુપમાં તે તેનો ફ્રેન્ડ હોવાની તથા એકબીજાના ફોટા સેન્ડ કરીને લખ્યું હતું આમ તે વિધવાને ખૂબ જ લાગી આવ્યું હતું અને તેના જ કારણે મહિલાએ આપઘાત નો પ્રયાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!