સુરત નો અનોખો પરિવાર! પિતા, દાદા ,કાકા બધા CA અને હવે દિકરી એ પણ CA ની પરીક્ષા મા આખા દેશ મા ત્રિજો નંબર મેળવ્યો…
સુરત શહેરની દીકરી એ સુરતનું નામ ભારત ભરમાં રોશન કર્યું છે. આપણે જાણીએ છે કે, અનેક યુવાનો યુવતીઓને CA બનનવાનું સપનું હોય છે પણ CA બનવું એ ખૂબ જ કઠિન છે, જેની પરીક્ષા પાસ કરવી અઘરી હોય છે, ત્યારે હાલમાં જવર્ષ 2022માં લેવાયેલી ઓલ ઇન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.

આ પરિણામમાં સુરત શહેરની સૃષ્ટિ સંઘવીએ દેશભરમાં ત્રીજો ક્રમ મેળવીને સુરત સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ સિવાય ટોપ 25માં અમદાવાદના 3 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. અમદાવાદના પ્રિયાંક શાહનો 10મો નંબર, ઓમ અખાણીનો 16મો નંબર અને રૃચિત વખારિયાનો 21મો નંબર આવ્યો છે.

દેશમાં ત્રીજા નંબરે આવેલી સૃષ્ટિએ વર્ષ 2018માં ધોરણ 12 પાસ કર્યા બાદ ચાર વર્ષમાં જ તેણે સીએની પરીક્ષા પાસ કરી છે. દેશભરમાંથી સીએનાં બંને ગ્રુપ-1 અને 2માં 29,348 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાં 3,695 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. 12.59 ટકા પરિણામ આવ્યું છે. એમાંથી સૃષ્ટિ સંઘવીને દેશભરમાં ત્રીજો ક્રમ મેળવવામાં સફળતા મળી છે. તેને 800માંથી 611 માર્ક્સ આવ્યા છે.

આ ઘટનામાં ખાસ વાત એ છે કે, સૃષ્ટિ સંઘવીના પરિવારમાં દાદા અશ્વિન સંઘવી, પિતા કેયૂર સંઘવી, કાકા સીએ છે અને ફિયાન્સ હર્ષ પણ સીએની પ્રેક્ટિસ કરે છે.પરિવારમાં મોટા ભાગના જ સભ્યો સીએ હોવાથી મને પહેલે દિવસથી જ એટલે કે બાળપણથી જ સીએ બનવાની ઈચ્છા હતી અને મહેનત કરીને આઈએ પોતાનું સીએ બનવાનું સપનું પૂરું કર્યું છે.

સીએની ઇન્ટરમિડિયેટમાં અગાઉ સૃષ્ટિનો દસમો ક્રમ ઓલ ઇન્ડિયામાં આવ્યો હતો. રોજના 10થી 12 કલાક તૈયારી કરતી હતી. આર્ટિકલશિપનાં ત્રણ વર્ષ દરમિયાન પણ તેણે તૈયારી કરતી હતી, જેને કારણે આ સફળતા મળી છે અને પિતા પણ પૂરું માર્ગદર્શન આપતા

. છેલ્લા છ મહિના તેણે સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપરથી એક્ટિવ રહેવાનું છોડી દીધું હતું અને પૂરું ફોકસ તૈયારીઓ પર લગાવી દીધું હતું અને તેના થનાર પતિ એ તેને ખૂબ જ મદદ કરેલી અને સૌ કોઈને સાથ સહકાર અને આત્મવિશ્વાસ જ લીધે તેને આજે પોતાનું સપનું કર્યું.
