સુરતના પટેલ વેપારીને પતાવી દેવાની ધમકી આપનારા 3 ઝડપાયા, શું છે સમગ્ર મામલો?
સુરત શહેરમાં અનેક પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હાલમાં જ સુરતના પટેલ વેપારીને જાનથી મારી નાખવાની ધમકીનો કિસ્સો સામે આવ્યો છે, આ ધમકી ના કારણે પોલીસમાં ફરિયાદ નોંધાતા જ તપાસ હાથ ધરીન ઉમરા પોલીસે એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ કે કયા કારણે વેપારીને ધમકીઓ આપવામાં આવતી હતી.
સૂત્ર મુજબ જાણવા મળ્યું છે કે, વેસુમાં રહેતા અને મોલમાં દુકાન ધરાવતા વિશાલ પટેલ નામના વેપારીએ ભાજપન પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને સમર્થન આપતા આરોપીઓએ તેમને સોશિયલ મીડિયા પર પતાવી દેવાની ધમકી આપી હતી. નૂપુર શર્માના સમર્થનમાં એક સ્ટોરી અપલોડ કરી હતી.
. જેને લઈને અલગ અલગ આઈડી પરથી તેમને મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. વેપારીએ સ્ટોરી તાત્કાલિક હટાવી લીધી હોવા છતાં તેમને ‘સુરત મે રહેના હૈ યા જાના હૈ અને ફિલહાલ ક્લોઝ કર કે નીકલે તેરે ખુન કે પ્યાસે બેઠે હૈ કહી વહા ના આ જાયે’ તેવી ધમકીઓ મળી હોવાનું જાણવા મળ્યું છે.
મોહમ્મદ પયંગબરને લઈને કરેલી કથિત ટિપ્પણીને લઈને નૂપુર શર્માને સમર્થન કરનારા વ્યક્તિઓને મારી નાખવાની ધમકી શરૂ થતાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ઉદયપુર અને અમરાવતી હત્યાકાંડ સામેલ છે. થોડા સમય પહેલા સુરતના બીજા એક યુવકને પણ સર કલમ કરવાની ધમકીઓ મળી હતી જેથી હાલમાં પોલીસ એ બનાવ બનતા ત્રણે આરોપીઓને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી હાથધરી છે.
