Gujarat

સમાજ સેવક જલ્પાબેન પટેલ પોતાના પિતા ને આપી અનોખી શ્રધાંજલી ! આંબા રોપી એવો સંકલ્પ લીધો કે…

દરેક પોતાના માતા-પિતાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાજંલી આપતા હોય છે, ત્યારે હાલમાં જ સાથી સેવા ગ્રુપ સાથે સંકળાયેલ સમાજ સેવિકા જલ્પાબેન પટેલ પોતાના પિતાની 9 મી વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવી છે. આપણે જાણીએ છીએ કે જલ્પાબેન પટેલ અનેક સત્કાર્યો સાથે જોડાયેલ છે. તેમને અનેક વ્યક્તિઓની મદદ કરવા માટે તૈયાર રહે છે તેમજ સાથી સેવા ગ્રુપ દ્વારા અનેક સેવાભાવી કાર્ય કરે છે.

 

હાલમાં જ તેમને પોતાના ફેસબુક પર ખૂબ જ ભાવુક પોસ્ટ મૂકી છે, જેમાં તેમણે લખ્યું છે કે,કાળજા કેરો કટકો મારો આજ ગાંઠ થી છુટી ગયો. 9 મી વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે મારા હ્દય ના ધબકાર ને ભાવભીની પુષ્પાંજલિ. પોતાના પિતાને યાદ કરીને તેમણે લખ્યું છે કે, આદર્શ પાપા.મારા જીવન ઘડતર ના ગુરુ.મારા અમૂલ્ય અને અતુલ્ય પ્રેમ નો પર્યાય. વરસો ના વાયરા વહી ગયા આશીર્વાદ બેટા કહીને મારા માથે હાથ મુકનાર આજ તમે પ્રત્યક્ષ મારી પાસે નથી પણ પરોક્ષ રોજ અદ્રશ્ય આશીર્વાદ સ્વરૂપે વરસો છો.

મારા દરેક સત્કાર્યો માં તમે મારી પાસે અને સાથે છો….. કેટલો દિવ્ય અને પુણ્યશાળી આત્મા હશે તમારો કે મને તમારા આંગણે જન્મ મળ્યો…..આજ નવા સંકલ્પ સાથે હું તમારા આ દિવસ ને હસતા મોઢે ઉજવીશ…..આજ તમે ગયા ને જેટલા વર્ષો થયા એટલા આંબા ને માઁ અમરધામ ના આંગણે રોપીશ…..જીવ રેડી ને તમે જેમ મારુ જતન કર્યું એમ એ આંબા ના ઉછેર માટે જતન કરીશ…..સમય જતાં જ્યારે એમાં ફળ લાગશે ત્યારે માઁ અમરધામ ના દરેક જીવાત્મા એ છાંયડે વિરામ લેશે અને એ ફળ ને માઁ અમર ના ચરણોમાં પ્રસાદી રૂપે અર્પણ કરીને પ્રસાદરૂપે લેશે…..માઁ અમરધામ ના આંગણે મારા પાપા ના દિવ્ય આત્માને શાંતિ મળે…..સત્કાર્યો થકી તમારો આત્મા દિવ્યલોક માં આનંદ કરે એવી માઁ અમર ના ચરણો માં પ્રાર્થના. દરેક સત્કાર્યો ની યાદો માં તમને પલ પલ યાદ કરતી તમારી દીકરી.

ખરેખર જલ્પા પટેલએ પોતાના પિતાની યાદમાં અમરધામમાં આંબાના વૃક્ષ રોપીને ને તેનું જતન કરવાનો સંકલ્પ લીધો એ સમાજમાં એક શ્રેષ્ઠ પ્રેરણા આપે છે, અને લોકોને પર્યાવરણનું જતન કરવાનો એક સંદેશ આપ્યો છે. આપણે પુણ્યતિથિ નિમિત્તે દાન અને ભૂખ્યા ને ભોજન કરાવીએ છીએ પણ સાથો સાથ આ એક સરહાનીય પગલું છે, જેના દ્વારા પ્રકૃતિનું રક્ષણ થઈ શકે છે. આ આંબાનાં વૃક્ષ દ્વારા અનેક લોકોને મીઠા ફળ તો મળશે સાથે છાંયળો મળશે. ખરેખર જલ્પા બેનની કામગિરી સરહાનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!