Gujarat

2022 ના વર્ષ મા બાબા વેંગા એ કરેલી ભવિષ્યવાંણી માથી આ બે ભવિષ્યવાંણી સાચી પડી ! જાણો શુ શુ

2019 મા જ્યાંર થી કરોના કાળ શરુ થયો છે ત્યારે હાલ બાદ થઈ દેશ અને દુનિયા મા અનેક એવી ઘટના ઓ ઘટે છે જેના કારણે સૌ કોઈ હેરાન થય ગયુ છે. રશિયા યુક્રેન વચ્ચે યુધ્ધ થયુ , શ્રી લંકા મા આર્થિક કટોકટી, જાપાન ના પ્રધાન મંત્રી ની હત્યા ઉપરાંત પુર વાવાઝોડા ની ઘટના ઘટી ગઈ છે ત્યારે અમુક ઘટના ઓ ની આગાહી બાબા વેંગા દ્વારા કરવામા આવી હતી.

તો આવો જાણીએ કે બાબા વેંગા કે કઈ કઈ આગાહી કરી હતી અને કઈ કહી આગાહી સાચી પડી છે. સૌ પ્રથમ આપને જણાવી દઈએ કે બાબા વેંગા નો જન્મ બલ્ગેરિયન 1911 મા થયો હતો. બાબા જ્યારે જીવતી હતા ત્યારે તેવો એ તેમણે ઈ.સ. ૫૦૭૯ વર્ષ સુધી આગાહીઓ કરી છે. જ્યારે તેમની અનેક આગાહી ઓ અત્યાર સુધી મા સાંચી પડી ચુંકી છે.

બાબા દ્વારા વર્ષ 2022 માટે પણ આગાહી કરી હતી જેમાથી તેમની બે આગાહી સાચી પડી છે. 2022 માં દુનિયાના કેટલાય વિસ્તારમાં પાણીની ગંભીર અછત સર્જાશે એવું બાબા વાંગાંએ કહ્યું હતું. પોર્ટુગલ અને ઈટાલીમાં દૂકાળ પડયો હોવાથી આ દેશો પાણીની અછતથી પરેશાન છે. સરકારે પણ લોકોને પાણીની બચત કરવાની સલાહ આપી છે. ૧૯૫૦ પછી પહેલી વખત ઈટાલીને પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ૭૦ વર્ષમાં આવો ભીષણ દૂકાળ પ્રથમ વખત પડયો છે.

બીજી આગાહી પર નજર કરીએ તો આગાહી કરવા મા આવી હતી કે એશિયન દેશો અને ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારોમાં ભારે પૂરનો પ્રકોપ 2022 માં સર્જાશે. એ વાત પણ સાચી પડી છે. ભારે વરસાદના કારણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિસ્તારોમાં તબાહી મચી ગઈ હતી. તે ઉપરાંત એશિયન દેશો પૂર સામે ઝઝૂમી રહ્યા છે. બાંગ્લાદેશ, થાઈલેન્ડ અને ભારતમાં પૂરની સ્થિતિ છે. ભારતના પૂર્વના રાજ્યોમાં પૂરના કારણે લાખો લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. ૨૦૦૪ની સુનામીની આગાહી સાચી પડી હતી. અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખની આગાહી પણ તેમણે કરી હતી. બ્રિટનમાં પ્રિન્સેસ ડાએનાની હત્યાની આગાહી તેમણે કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!