સુરત મા ફરી ખુની ખેલ ખેલાયો ! બહેન ને હેરાન કરતા માથાભારે શખ્સને રહેંસી નાખ્યો
હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, સુરત મા ફરી ખુની ખેલ ખેલાયો ! બહેન ને હેરાન કરતા માથાભારે શખ્સને રહેંસી નાખ્યો. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનાર છે. આપણે જાણીએ છે કે, સુરત શહેરમાં અનેક પ્રકારના બનાવો બનતા હોય છે, ત્યારે હાલમાં જ નવાગામ-ડીંડોલી ખાતે મોડી રાત્રે એક ખૂની ખેલ ખેલાયો હતો.
આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે, જેલમાંથી બહાર આવેલા માથાભારે શખસે પોતાની બહેનને હેરાન કરતા ડીંડોલીના યુવકને જાહેરમાં જ રહેંસીયુવકની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આરોપી યુવકે યુવકને તિક્ષ્ણ હથિયારના 8 ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.
આ ઘટનામાં વિગતવાર જાણીએ તો નવાગામ ડીંડોલી ખાતે આવેલા લક્ષ્મણનગર સોસાયટી પાસે જાહેરમાં રહેતા જ્જવલે ભૂષણ પાટીલને બે ત્રણ વખત ફોન કર્યો હતો, પણ તેને ફોન રિસીવ કર્યો નહોતો. મોડી રાત્રે વાત થયા બાદ ઉજ્જવલ તેના મિત્ર સાથે ભૂષણ પાટીલના ઘરે લક્ષ્મણનગર ગયો હતો. જ્યાં ઘરની બહાર ઓટલા પર ભૂષણ પાટીલ તેના મિત્રો સાથે બેસ્યો અને ત્યારબાદ તેમની સાથે ઝઘડો થયો અને ભૂષણ અને તેના સાગરીતોએ ઉજ્જવલને તિક્ષ્ણ હથિયારના આઠ જેટલાં ઘા ઝીંકી દીધા હતા.
જે બાદ ઉજ્જવલ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. બાદમાં તેનું મૃત્યું થયું હતું. આ ઘટનાનું કારણ એ હતું કે ઉજ્જવલની વિરુદ્ધમાં કેટલાંક ગુનાઓ પણ નોંધાયેલા છે. તેમજ ઉજ્જવલ પહેલાં ભૂષણ પાટીલના ઘરે જ રહેતો હતો. ભૂષણ પાટીલની બહેનના પતિનું બે વર્ષ પહેલાં મર્ડર થયું હતું. ત્યારથી ઉજ્જવલ ભૂષણની બહેન પર નજર બગાડતો હતો. ભૂષણ પાટીલ જ્યારે જેલમાં બંધ હતો ત્યારે પણ ઉજ્જવલે ભૂષણની બહેન સાથે ગેરવર્તણૂક કરી હતી. જેથી જેલમાંથી બહાર આવ્યા બાદ મિત્રો સાથે મળીને ઉજ્જવલની કરપીણ હત્યા કરી નાખી હતી.
